Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

વૃદ્ધાના મૃતદેહ પરથી સોનાની કડી ગાયબ:વલસાડની લોટસ હોસ્પિટલમાં પરિવારનો આક્ષેપ, CCTV ફૂટેજ પોલીસને સોંપાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 31, 2026 👁 2 views
વૃદ્ધાના મૃતદેહ પરથી સોનાની કડી ગાયબ:વલસાડની લોટસ હોસ્પિટલમાં પરિવારનો આક્ષેપ, CCTV ફૂટેજ પોલીસને સોંપાયા
વલસાડની લોટસ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ઉમરગામથી સારવાર માટે આવેલી એક વૃદ્ધ મહિલાના મૃત્યુ બાદ તેમના પાર્થિવ દેહ પરથી સોનાની કડી સહિતની વસ્તુઓ ગાયબ હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. આ મામલે હોસ્પિટલમાં મોડી રાત સુધી હોબાળો મચ્યો હતો. મળતી માહિતી મુજબ, 30 ઓગસ્ટના રોજ બપોરે આશરે 2:30 વાગ્યે ઉમરગામનો એક પરિવાર તેમની બીમાર વૃદ્ધ માતાને સારવાર માટે વલસાડની લોટસ હોસ્પિટલમાં લાવ્યો હતો. તેમને ઇમર્જન્સીમાં દાખલ કરીને પ્રાથમિક સારવાર બાદ અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તે જ દિવસે સાંજે આશરે 6 વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન વૃદ્ધાનું અવસાન થયું હતું. પરિવારજનોને જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો, ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે મૃતકના કાનમાં પહેરેલી સોનાની કડી સહિતની કેટલીક વસ્તુઓ ગાયબ હતી. આ બાબતે પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલ પ્રશાસન સમક્ષ રજૂઆત કરી હતી. પરિવારના આક્ષેપ બાદ હોસ્પિટલમાં ભારે હોબાળો મચ્યો હતો અને સાંજે 7 વાગ્યાથી મધરાતના 12 વાગ્યા સુધી CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. પરંતુ, પરિવારના જણાવ્યા મુજબ, CCTV ફૂટેજમાંથી ચોરી અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નહોતી. હોસ્પિટલ તરફથી યોગ્ય જવાબ ન મળતાં આખરે પરિવારજનોએ વલસાડ સિટી પોલીસનો સંપર્ક કર્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે પરિવારજનોને હાલ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લઈ જવા જણાવ્યું હતું. બીજી તરફ, પોલીસે હોસ્પિટલના CCTV ફૂટેજ પોતાના કબ્જામાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. ચોરી ક્યારે અને કેવી રીતે થઈ તે અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે.આ ઘટનાને પગલે હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનોની સુરક્ષા તેમજ હોસ્પિટલની જવાબદારી અંગે અનેક સવાલો ઊભા થયા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan