top
હાથીજણ સર્કલ પાસે ચાર મિત્રોનો બે ભાઈ પર હુમલો, CCTV:'તે મને લગ્નમાં કેમ નથી બોલાવ્યો?' કહી બોલાચાલી કરી માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં હાથીજણ સર્કલ નજીક લગ્નની કંકોત્રી ન આપવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ પોતાના જૂના મિત્ર અને તેના ભાઈ પર તૂટી પડ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વટવા GIDC પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 'તે મને લગ્નમાં કેમ નથી બોલાવ્યો?' કહી બોલાચાલી કરી વિંઝોલના આયોજનનગરમાં રહેતા વીરેન્દ્રસિંહ વાઘેલા અને તેનો નાનો ભાઈ મિતરાજ ફ્લિપકાર્ટમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. શનિવારે રાત્રે કામ પતાવીને પરત ફરતા વીરેન્દ્રસિંહને તેના જૂના મિત્ર રાજવીર રાઠોડે ફોન કરી 'તે મને લગ્નમાં કેમ નથી બોલાવ્યો?' તેમ કહી બોલાચાલી કરી હતી. ચારેય શખ્સોએ યુવકને ગાળો આપી માર માર્યો વીરેન્દ્રસિંહ શાલીન સ્ક્વેર કોમ્પ્લેક્સ પાસે પહોંચતાં અગાઉથી ઉભેલા રાજવીર રાઠોડ, નિકુંજ વાઘેલા, દિવ્યરાજ અને દેવો નામના ચારેય શખ્સોએ તેને ઘેરી લઈ ગાળો આપી માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેનો ભાઈ મિતરાજ પણ ત્યાં પહોંચતાં તેને પણ નીચે પાડી માથા, છાતી અને દાઢીના ભાગે ઢોરમાર માર્યો હતો. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો આરોપીઓએ 'હવે તમે બંને અહીં કેવી રીતે નોકરી કરો છો તે જોઈ લઈશું' તેવી ધમકી આપી હતી. સ્થાનિક લોકો એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત બંને ભાઈઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વટવા GIDC પોલીસે રાજવીર રાઠોડ સહિત ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar