top
દ્વારકા પોલીસે ગુમ થયેલા યુવકને CCTVથી શોધ્યો:ખેડાના સુરેશભાઈ તૈલીને પરિવાર સાથે મિલન કરાવ્યું
ખેડાના 35 વર્ષીય સુરેશભાઈ તૈલી ઘરેથી ગુમ થયા બાદ દ્વારકા પહોંચ્યા હતા. આ અંગેની જાણ થતા જ દ્વારકા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. CCTV કેમેરાની મદદથી સુરેશભાઈનું લોકેશન શોધી તેમને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા. ત્યારબાદ 112ની ફરજ પરના ધર્મેન્દ્રભાઈ ગઢવીએ સુરેશભાઈને તેમના ભાઈ ગોપાલભાઈને સોંપ્યા. ગુમ થયેલા સુરેશભાઈ સુરક્ષિત રીતે પરિવાર પાસે પહોંચતા પરિવારજનોએ રાહત અનુભવી અને દ્વારકા પોલીસનો આભાર વ્યક્ત કર્યો.
Read full article on Divya Bhaskar