top
લ્યો બોલો! ચોરી કરવા આવેલો ચોર CCTV કેમેરા સામે નાચવા લાગ્યો
સુરતની ડિંડોલી કેનાલ રોડ પરથી એક અનોખી ઘટના સામે આવી છે. અહીં મામાજી પાન નામની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. નવાઈની બાબત એ છે કે ચોરી કરવા આવેલા ચોરે દુકાનમાં એન્ટ્રી લેતા પહેલા દુકાન બહાર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં ઉભા રહીને ડાન્સ કર્યો હતો, અહીંથી નહીં અટકતા આ ચોરે અજીબોગરીબ હરકત પણ કરી હતી અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. મહત્વનું છે કે ઘટના અંગેની જાણ દુકાન માલિકને થતાં તે પણ CCTV જોઈને દંગ રહી ગયો. ત્યારે સમગ્ર મામલે પોલીસે CCTV ના આધારે તસ્કર સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.
Read full article on News18 Gujarati