top
CCTV: માથા પરથી પોટલું ઉતારી રિક્ષામાં મૂક્યું, પછી લગાવી દીધી આગ
સુરતના લિંબાયતમાં રાત્રિના સમયે પાર્ક કરેલી રિક્ષાને આગ લગાવી દેવાઈ. ગાંધી ચોકમાં કુબા મસ્જિદ નજીક રિક્ષાને અજાણ્યા વ્યક્તિએ આગ ચાંપી દીધી હતી. આરોપીની કરતૂત CCTVમાં કેદ થઈ છે. દ્રશ્યોમાં એક વ્યક્તિ માથા પર પોટલું જેવી વસ્તુ લઈને રિક્ષા પાસે પહોંચતો દેખાય છે. આસપાસ નજર કર્યા બાદ આરોપીએ રિક્ષાના પાછળના ભાગે પોટલું મૂક્યું અને ત્યારબાદ આગ લગાવીને ત્યાંથી ફરાર થઈ ગયો. થોડી જ વારમાં રિક્ષા આગની લપેટમાં આવી ગઈ અને મોટું નુકસાન થયું. રિક્ષા માલિક ઝુબેર પટેલની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે અજાણ્યા શખ્સની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરી છે.
Read full article on News18 Gujarati