Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Chhota Udaipurના મલાજા પાસે ઝોઝ PIની સરકારી કારને નડ્યો અકસ્માત, રોંગ સાઈડ આવેલી વાન અથડાઈ

📰 Sandesh 🕐 1 min read 📅 August 27, 2026 👁 2 views
Chhota Udaipurના મલાજા પાસે ઝોઝ PIની સરકારી કારને નડ્યો અકસ્માત, રોંગ સાઈડ આવેલી વાન અથડાઈ
છોટાઉદેપુર જિલ્લાના મલાજા નજીક ઝોઝ પોલીસ સ્ટેશનના PIની સરકારી કારને એક મારૂતિ વાને જોરદાર ટક્કર મારતાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સમયે મારુતિ વાન છોટાઉદેપુરથી પંચમહાલ તરફ જઈ રહી હતી, જ્યારે ઝોઝ પોલીસ સ્ટેશનના PIની ગાડી સામેથી છોટાઉદેપુર તરફ આવી રહી હતી. હાઈવે પર અચાનક જ બંને વાહનો સામસામે આવી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડ અને ઓવરસ્પીડના કારણે અકસ્માત આ દુર્ઘટના મારુતિ વાનના ચાલકની ઘોર બેદરકારીને કારણે સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. મારુતિ વાનનો ચાલક રોંગ સાઈડમાં અને ભારે ઓવર સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે તેણે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. પોલીસની કાર સાથે જોરદાર અથડામણ બાદ મારુતિ વાન રોડ પર આશરે 500 મીટર જેટલી ઘસડાઈ ગઈ હતી. આ ઘટનામાં મારુતિ વાનના ચાલકને શરીરના ભાગે ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઝોઝ PI જે.ડી. વસાવા સહિત પોલીસ સ્ટાફનો ચમત્કારિક બચાવ અકસ્માતની આ ઘટનામાં ઝોઝ પોલીસ મથકના PI જે.ડી. વસાવા અને તેમની સાથે કારમાં સવાર પોલીસ સ્ટાફનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો. સદનસીબે ધડાકાભેર અથડામણ છતાં પોલીસની સરકારી કારને માત્ર સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને માર્ગ પરથી વાહનો હટાવીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી. આ પણ વાંચો : Banaskantha News : પાલનપુર-ડીસા બાયપાસ રોડ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વડાવળમાં યોજાશે વિશેષ ગ્રામસભા
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan