Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

'Chicken Neck'માં હવે ચોથી રેલવે લાઈનને મંજૂરી, પૂર્વોત્તર ભારત સાથે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે

📰 Sandesh 🕐 1 min read 📅 August 13, 2026 👁 6 views
'Chicken Neck'માં હવે ચોથી રેલવે લાઈનને મંજૂરી, પૂર્વોત્તર ભારત સાથે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે
ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા 'ચિકન નેક' એટલે કે સિલિગુડી કોરિડોરમાં ચોથી રેલવે લાઈન લગાવવાની મંજૂરી મળી છે. આ સંકરું ભૂમિ ક્ષેત્ર દેશના બાકીના ભાગોને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડે છે. આ જ માર્ગે આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ સહિત અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં રેલ અને માર્ગ કનેક્ટિવિટી થાય છે. 29 કિલોમીટરનો ડબલ અંડરગ્રાઉન્ડ રેલવે પ્રોજેક્ટ હાથ ધરાશે પૂર્વોત્તર સીમા રેલવેના મહાપ્રબંધક ચેતન કુમાર શ્રીવાસ્તવે કટિહાર રેલવે ડિવિઝન કચેરીમાં જણાવ્યું હતું કે માલદા-ન્યૂ જલપાઈગુડી રેલવે સેક્શન સમગ્ર પૂર્વોત્તરને દેશના અન્ય ભાગો સાથે જોડતો મહત્વપૂર્ણ રેલ કોરિડોર છે. અગાઉ આ માર્ગ માટે ત્રીજી રેલવે લાઈનનો પ્રસ્તાવ હતો, પરંતુ હવે ચોથી લાઈનને પણ મંજૂરી મળી છે. આ ઉપરાંત તિનમાઈ ઘાટથી બાગડોગરા વચ્ચે આશરે 29 કિલોમીટરની ડબલ અંડરગ્રાઉન્ડ રેલવે પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ સમગ્ર રેલ કોરિડોરની ક્ષમતા વધશે અને મુસાફરો તથા માલ પરિવહનને મોટો લાભ મળશે. રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સતત વિસ્તરણ બારસોઈ સેક્શનમાં રેલવે લાઈનના ડબલિંગનું કામ પણ ચાલી રહ્યું છે. વધતા મુસાફર અને માલ પરિવહનને ધ્યાનમાં રાખીને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે વિવિધ રૂટ પર '42 નવી ટ્રેન સેવાઓ' શરૂ કરવામાં આવી હતી અને આશરે 250 નવા સ્ટોપેજ આપવામાં આવ્યા હતા. એપ્રિલ 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક બીજી તરફ, ન્યૂ જલપાઈગુડી સ્ટેશનને વિશ્વસ્તરીય બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને તેને એપ્રિલ 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. હલ્દીબાડી સ્ટેશન પર પણ કામ શરૂ થઈ ગયું છે. પૂર્વોત્તર સીમા રેલવેના સમગ્ર નેટવર્કનું 100 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે ગુવાહાટીથી તિનસુકિયા અને અગરતલા સુધી વંદે ભારત સેવાઓના વિસ્તરણની યોજના પર પણ કામ થઈ રહ્યું છે. આ પણ વાંચો : Emami સાથે ટ્રેડ ડ્રેસ વિવાદ વચ્ચે ડાબરને રાહત, હાજર સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકશે
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan