crime
છોટા ઉદેપુર LCBએ રૂ. 82,350નો વિદેશી દારૂ ઝડપ્યો:ઝોઝ પાસેથી ઈકો ગાડીમાંથી બે આરોપીની ધરપકડ
છોટાઉદેપુર જિલ્લા LCB પોલીસે ઝોઝ પોલીસ મથક વિસ્તારમાંથી ઈકો ગાડીમાં લઈ જવાતો રૂ. 82,350 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. છોટાઉદેપુર સરહદી જિલ્લો હોવાથી દારૂની ઘૂસણખોરી રોકવા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ સફળતા મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવી ગાડી રોકી જિલ્લા LCB ટીમ ઝોઝ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે એક ઈકો ગાડીમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે ઝોઝ પાસે વોચ ગોઠવી હતી. તલાશી લેતાં 610 બોટલ દારૂ મળી આવ્યો વોચ દરમિયાન બાતમી મુજબની GJ 16 BG 0174 નંબરની ઈકો ગાડી આવતા તેને રોકીને તલાશી લેવાઈ હતી, જેમાં થી Rs. 82,350 ની કિંમતની વિદેશી દારૂની કુલ 610 બોટલો મળી આવી હતી. રૂ. 2.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી પોલીસે વિદેશી દારૂ, ઈકો ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 2,87,350 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠિવાડા તાલુકાના મોટી વડોઈ ગામના રામસિંગભાઈ મંગલાભાઈ ચૌહાણ અને વિકેશભાઈ રતનસિંગભાઈ ચૌહાણની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar