Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

CJI બોલ્યા- 80 વર્ષમાં દેશે અનેક પડકારો પાર કર્યા:હજુ ઘણું કામ બાકી છે, યુવાનો ભવિષ્યની જવાબદારી સંભાળે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 15, 2026 👁 6 views
CJI બોલ્યા- 80 વર્ષમાં દેશે અનેક પડકારો પાર કર્યા:હજુ ઘણું કામ બાકી છે, યુવાનો ભવિષ્યની જવાબદારી સંભાળે
CJI સૂર્યકાંતે કહ્યું કે દેશે છેલ્લા 8 દાયકામાં અનેક મુશ્કેલ પડકારો પાર કર્યા છે, પરંતુ હજુ ઘણું કામ બાકી છે. યુવા કાયદા સ્નાતકો અને વકીલોએ ભવિષ્યની જવાબદારીઓ સંભાળવા માટે તૈયાર રહેવું જોઈએ. CJI સુપ્રીમ કોર્ટ કેમ્પસમાં સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવ્યા બાદ ભાષણ આપી રહ્યા હતા. આયોજન સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. CJIએ કહ્યું, “દેશની યાત્રા તેની સિદ્ધિઓ સાથે સમાપ્ત થતી નથી. દરેક સિદ્ધિ પોતાની સાથે જવાબદારી અને કર્તવ્યનો નવો અહેસાસ લાવે છે. હજુ ઘણું કરવાનું બાકી છે અને આગળની સફરમાં ઘણા માઈલ કાપવાના છે.” CJIની અપીલ- યુવા વકીલો જવાબદારી સંભાળે યુવા વકીલોને સંબોધિત કરતા CJI સૂર્યકાંતે કહ્યું કે સ્વતંત્રતા સંગ્રામના સમયથી બાર દ્વારા જે જવાબદારી નિભાવવામાં આવી છે, તે ટૂંક સમયમાં તેમના ખભા પર આવશે. CJIએ કહ્યું, “બાર અને બેન્ચ તમારા વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અમે તમને માર્ગદર્શન આપીશું, તમારા માટે સાર્થક તકો ઊભી કરીશું અને તમારા પર વિશ્વાસ રાખીશું. આગળના માઈલ તમારે નક્કી કરવાના છે અને અમે તમારી સાથે ચાલીશું.” CJI સૂર્યકાંતના ભાષણની 6 મોટી વાતો... કાયદાનો સ્વતંત્રતા સંગ્રામ સાથે ગાઢ સંબંધ CJI સૂર્યકાંતે જણાવ્યું કે આઝાદીની લડાઈનો કાયદા સાથે ગાઢ સંબંધ હતો. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં કાનૂની વ્યવસાય ફક્ત દર્શક ન હતો, પરંતુ તેનો અભિન્ન અંગ હતો. તે પેઢીના ઘણા શ્રેષ્ઠ કાનૂની દિમાગોની વિચારસરણી અને કાર્યથી એ સમજણ બની કે કાયદાનો હેતુ ફક્ત આદેશ આપવો કે નિયંત્રણ રાખવું નહીં, પરંતુ ન્યાય કરવો, આઝાદીનું રક્ષણ કરવું અને માનવ ગરિમા જાળવી રાખવી છે. જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે આઝાદીની લડાઈમાં સામેલ હસ્તીઓમાંથી મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, મોતીલાલ નેહરુ, બાળ ગંગાધર તિલક અને લાલા લજપત રાય પણ વકીલ હતા. અદાલતો લોકોના અધિકારોનો અવાજ બની સીજેઆઈએ કહ્યું કે ભારતનો સ્વતંત્રતા સંઘર્ષ આંદોલનોથી અલગ હતો. આ મુખ્યત્વે સશસ્ત્ર વિદ્રોહ નહોતો, પરંતુ રાજકીય આંદોલનો, અરજીઓ, જાહેર ચર્ચાઓ અને સૌથી મહત્ત્વપૂર્ણ રીતે કાયદાની ભાષા દ્વારા બ્રિટિશ શાસનની કાયદેસરતાને પડકારવાનો સતત પ્રયાસ હતો. તેમણે કહ્યું કે સ્વતંત્રતા આંદોલનમાં અવારનવાર અંગ્રેજો સામે એક સરળ પણ મુશ્કેલ પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો - જો તમે કાયદા દ્વારા શાસન કરવાનો દાવો કરો છો, તો શું તે જ કાયદો એવા લોકોની આઝાદી, સમાનતા અને ગરિમા છીનવી શકે છે, જેના પર તમે શાસન કરી રહ્યા છો? CJI એ કહ્યું કે આ શીખ આજે પણ વ્યવહારમાં કાયમ છે. અદાલતોમાં અલગ-અલગ પૃષ્ઠભૂમિના લોકો પોતાના બંધારણીય અધિકારોની વાત રજૂ કરવા, મનસ્વી કાર્યવાહીને પડકારવા અને કાયદા હેઠળ સમાન વ્યવહારની માગ કરવા આવે છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan