politics
CM અને Dy.CMને લઈ સનસની ફેલાવનાર સામે ગુનો નોંધાયો:Xમાં પોસ્ટ કરી લખ્યું હતું- 'હર્ષ સંઘવી CM અને ભુપેન્દ્ર પટેલ રાજ્યપાલ બનશે'
'રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાજ્યપાલ બનાવવામાં આવશે' એવી સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરનાર એકાઉન્ટ ધારક વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. પવન ત્યાગી નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા અને બંધારણીય હોદ્દાને હાનિ પહોંચે એવી ખોટી પોસ્ટ કરવામાં આવી હતી. પવન ત્યાગીએ બનાવટી પોસ્ટ વાયરલ કરી ક્રાઈમ બ્રાન્ચ સોશિયલ મીડિયા ઉપર સતત નજર રાખી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા X પર પવન ત્યાગી નામના એકાઉન્ટ પર એક પોસ્ટ જોવા મળી હતી. જેમાં હિન્દીમાં લખ્યું હતું કે, "बड़ी ब्रेकिंग न्यूज़, गुजरात के डिप्टी CM हर्ष संघवी को गुजरात का मुख्यमंत्री बनाया जाएगा।, CM भूपेंद्र भाई पटेल को राज्यपाल बनाया जाएगा।". પવન ત્યાગીએ આવી ખોટી બનાવટી પોસ્ટ વાયરલ કરી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રતિષ્ઠા તેમજ બંધારણીય હોદ્દાને હાનિ પહોંચે તે પ્રમાણે સોશિયલ મીડિયામાં સમાચાર સ્વરૂપે મૂકી હતી. ભાજપમાં ભય અને ગભરાહટ, IT એક્ટ હેઠળ ગુનો સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરવાથી ગુજરાતની પ્રજામાં અને ભાજપમાં ભય અને ગભરાહટ થાય તે પ્રમાણેનું તેમ જ અવિશ્વાસનું વાતાવરણ સરકાર પ્રત્યે ઉભું થઈ શકે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પવન ત્યાગી સામે BNSની સંબંધિત કલમો તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટ કયા સંદર્ભમાં કરવામાં આવી હતી, તેના આધારો શું હતા અને પોસ્ટના કારણે કોઈ ગેરસમજ કે અફવા ફેલાઈ હતી કે કેમ તે સહિતના મુદ્દે તપાસ થશે.
Read full article on Divya Bhaskar