Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

CM Vijayને 2029માં PM બનાવશે રાહુલ ગાંધી, TVKના ધારાસભ્યે આપ્યું નિવેદન

📰 Sandesh 🕐 1 min read 📅 September 2, 2026 👁 2 views
CM Vijayને 2029માં PM બનાવશે રાહુલ ગાંધી, TVKના ધારાસભ્યે આપ્યું નિવેદન
તમિલનાડુમાં 2029ની લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. TVKના ધારાસભ્ય કનિમોઝી સંતોષે જણાવ્યું છે કે 2029ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના અધ્યક્ષ અને મુખ્યમંત્રી જોસેફ વિજય જ વડાપ્રધાન પદ માટે પાર્ટીની પસંદગી રહેશે. તેમણે કહ્યું કે દેશનો આગામી વડાપ્રધાન કોણ બનશે તેનો નિર્ણય દિલ્હીમાં નહીં, પરંતુ તમિલનાડુની જનતા કરશે. રાહુલ ગાંધીએ વિજયને મુખ્યમંત્રી બનાવવામાં મદદ કરી હતી કનિમોઝી સંતોષે દાવો કર્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિજયને મુખ્યમંત્રી બનાવવામાં મદદ કરી હતી અને એ જ રીતે 2029માં તેઓ વિજયનો હાથ પકડીને તેમને વડાપ્રધાન બનાવશે. TVKનું આ નિવેદન કોંગ્રેસના કેટલાક નેતાઓના દાવા બાદ આવ્યું છે કે વિજયે 2029ની લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું છે. કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા થારાહાઈ કુથબર્ટે જોકે નેતૃત્વને લઈને કોઈ સંઘર્ષ હોવાની અટકળોને નકારી હતી. તેમણે કહ્યું હતું કે વિજયને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે રજૂ કરવાનું અભિયાન મુખ્યત્વે પાર્ટીના કાર્યકરો ચલાવી રહ્યા છે અને આ કોંગ્રેસ નેતૃત્વનું સત્તાવાર વલણ નથી. તેમના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી વિજયે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને તેઓ આ દિશામાં આગળ વધી રહ્યા છે. સરકારમાંથી રાજીનામું આપવાની ધમકી આપી બીજી તરફ કોંગ્રેસ નેતા અને પર્યટન મંત્રી એસ. રાજેશ કુમારે TVKને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો TVK 2029ની ચૂંટણી માટે વિજયને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાનું ચાલુ રાખશે અને રાહુલ ગાંધીને ઉમેદવાર નહીં માને, તો તેઓ તથા ઉચ્ચ શિક્ષણ મંત્રી વિશ્વનાથન સરકારમાંથી રાજીનામું આપી દેશે. વિજય અને રાહુલ ગાંધી વચ્ચે રાજકીય નિકટતા 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી બાદ વિજય અને રાહુલ ગાંધી વચ્ચે રાજકીય નિકટતા જોવા મળી હતી. વિજયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો આભાર માન્યો હતો અને રાહુલ ગાંધીને પોતાના ભાઈ ગણાવ્યા હતા. હવે TVK અને કોંગ્રેસના નેતાઓના અલગ-અલગ નિવેદનોથી ગઠબંધનમાં નેતૃત્વને લઈને મતભેદોની ચર્ચા તેજ બની છે. આ પણ વાંચો : Delhi : પ્રદૂષણ ઘટાડવા સરકારનો મોટો નિર્ણય, 78,000 જૂના કોમર્શિયલ વાહનો બદલાશે
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan