Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

સુરતમાં હોટફિક્સ કચરાના નિકાલનો માર્ગ મોકળો:CPCBની મંજૂરી બાદ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં ખપાવાશે દૈનિક 40 ટન કચરો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 2, 2026 👁 1 views
સુરતમાં હોટફિક્સ કચરાના નિકાલનો માર્ગ મોકળો:CPCBની મંજૂરી બાદ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં ખપાવાશે દૈનિક 40 ટન કચરો
સુરત શહેરમાંથી દરરોજ જનરેટ થતા ટનબંધ હોટફિક્સ કચરાનો નિકાલ કરવો મનપા સત્તાધીશો માટે લાંબા સમયથી માથાનો દુઃખાવો બન્યો હતો. પરંતુ હવે આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ હાથવેંતમાં આવી ગયું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા હોટફિક્સ કચરાના નિકાલ માટેની મંજૂરી મળી જતાં સુરત મહાનગર પાલિકા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આગામી દિવસોમાં આ કચરો સીધો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં મોકલવાની તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેનાથી શહેરમાંથી નીકળતા દૈનિક સરેરાશ 40 ટન હોટફિક્સ કચરાનો વૈજ્ઞાનિક ઢંગે નિકાલ થઈ શકશે. મનપા કમિશનરની પહેલ અને સીપીસીબીનું માર્ગદર્શન સુરત શહેરમાં કાપડ ઉદ્યોગ અને એમ્બ્રોઈડરી સાથે સંકળાયેલા એકમોમાંથી મોટા પ્રમાણમાં હોટફિક્સ કચરો નીકળે છે, જેનું વ્યવસ્થિત સંચાલન કરવું પાલિકા માટે મોટો પડકાર હતો. આ સમસ્યાના ઉકેલ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગાઉ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે યોગ્ય માર્ગદર્શન અને સૂચન માંગવામાં આવ્યું હતું. જીપીસીબી દ્વારા આ મામલે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)નો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી હતી. જેને પગલે મનપાના અધિકારીઓએ સીપીસીબીને સત્તાવાર ઈમેઈલ કરી વિગતવાર સૂચનો માંગ્યા હતા. સીપીસીબીએ પોતાના પ્રત્યુત્તરમાં સ્પષ્ટ કર્યું હતું કે, બોઈલરમાં હોટફિક્સ કચરાનો નિકાલ કરતી વખતે સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડનું ઉત્સર્જન નિયંત્રિત રાખવું અત્યંત જરૂરી છે. આ માટે બોઈલરમાં ઉચ્ચ કક્ષાના એર ફિલ્ટર્સ લગાવવા પડશે, જેથી પ્રદૂષણ ફેલાયા વગર કચરાનો સુરક્ષિત નિકાલ થઈ શકે. વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં કચરો મોકલવાની કવાયત સીપીસીબી તરફથી ગ્રીન સિગ્નલ અને મંજૂરી મળી જતાં સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ યુદ્ધના ધોરણે આયોજન શરૂ કરી દીધું છે. આ કચરાને હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં મોકલવામાં આવશે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, મનપા દ્વારા હાલમાં 6 બેલિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. જેના માધ્યમથી દરરોજ અંદાજે ૧૦ ટન હોટફિક્સ કચરાના બેલિગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીને વધુ વેગ આપવા માટે નવી એજન્સી 'ઇકોવિઝન' પણ ટૂંક સમયમાં મેદાનમાં ઉતરશે. ઇકોવિઝન એજન્સી પાસે પ્રતિ કલાક 17 ટન બેલિંગ બનાવવાની ક્ષમતા રહેલી છે. આ નવી એજન્સીના જોડાવાથી દરરોજ સરેરાશ 27 ટન કચરાના ગઠા તૈયાર થઈ શકશે, જે સીધા જ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં મોકલીને વીજળી ઉત્પન્ન કરવામાં ઉપયોગમાં લેવાશે. ખજોદ ડમ્પીંગ સાઈટ પર ભાર ઘટાડવા ખાસ આયોજન અગાઉ હોટફિક્સનો મોટાભાગનો કચરો સીધો ખજોદ ડમ્પીંગ સાઈટ સુધી પહોંચાડવામાં આવતો હતો, જેને કારણે ડમ્પીંગ સાઈટ પર ભાર વધતો હતો અને પર્યાવરણીય પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હતા. આ સમસ્યાના નિવારણ માટે પાલિકા દ્વારા હવે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જ કચરાના સંચાલન માટે 'વ્હીકલ માઉન્ટેડ' વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. હાલમાં ખજોદ ખાતે જ એકત્રિત થયેલા હોટફિક્સ કચરાના નિકાલ અને પ્રોસેસિંગ માટે બે વ્હીકલ માઉન્ટેડ મશીનો કામે લગાડવામાં આવ્યા છે. જ્યારે આગામી સમયમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ બે વધારાના મશીનો પણ કાર્યરત કરવામાં આવશે. વરાછા અને કરંજ વિસ્તારમાં વિશેષ પ્લોટ ફાળવાયા શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળતા હોટફિક્સ કચરાને ઝડપથી એકત્ર કરવા માટે પાલિકાએ લોજિસ્ટિક્સનું ઉત્તમ આયોજન કર્યું છે. આ અંતર્ગત વરાછા તથા કરંજ વિસ્તારમાં વિશેષ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ બંને નિર્ધારિત પ્લોટ ઉપર હોટફિક્સ કચરો એકત્રિત કરવામાં આવશે અને ત્યાં પણ વ્હીકલ માઉન્ટેડ બે મોટા મશીનો મૂકવામાં આવશે. આ ઉપરાંત, સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચાર ખાસ વ્હીકલ માઉન્ટેડ વાહનો રસ્તા ઉપર સતત ફેરવવામાં આવશે. આ વાહનો જુદા-જુદા સ્થળોએથી હોટફિક્સ કચરો એકત્ર કરી સીધા પાલિકા દ્વારા નક્કી કરાયેલા વરાછા અને કરંજ સ્થિત બે પ્લોટ સુધી પહોંચાડશે. આ સિસ્ટમને કારણે કચરો રખડતો અટકશે અને પરિવહન સરળ બનશે. સુરતના વિકાસમાં પર્યાવરણ અનુકૂળ કદમ ુરત મનપાના આ સચોટ આયોજન અને સીપીસીબીની મંજૂરીથી માત્ર કચરાના નિકાલનો પ્રશ્ન જ હલ નહીં થાય, પરંતુ વેસ્ટમાંથી વેલ્થ (કચરામાંથી ઊર્જા) બનવાના મનપાના સ્વપ્નને પણ મજબૂત બળ મળશે. દૈનિક 40 ટન હોટફિક્સ કચરો સીધો એનર્જી પ્લાન્ટમાં ડાયવર્ટ થવાથી સુરત સ્વચ્છતાની સાથે-સાથે પર્યાવરણ જાળવણીની દિશામાં પણ દેશભરમાં એક નવો અરીસો રજૂ કરશે તે નક્કી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan