Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Crime News: જમ્મુમાં NCB ની મોટી કાર્યવાહી, 5.160 કિલો હેરોઈન સાથે કાર્ટેલના માસ્ટરમાઈન્ડ સહિત 3 ડ્રગ્સ સપ્લાયર ઝડપાયા

📰 Sandesh 🕐 1 min read 📅 August 27, 2026 👁 2 views
Crime News: જમ્મુમાં NCB ની મોટી કાર્યવાહી, 5.160 કિલો હેરોઈન સાથે કાર્ટેલના માસ્ટરમાઈન્ડ સહિત 3 ડ્રગ્સ સપ્લાયર ઝડપાયા
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા દેશમાં ડ્રગ્સના નેટવર્કને નષ્ટ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત જમ્મુ અને કાશ્મીરમાં એક મોટી સફળતા મળી છે. NCB ની ટીમે ગુપ્ત બાતમીના આધારે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને 5.160 કિલોગ્રામ જેટલો માતબર હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ડ્રગ્સ સપ્લાય કાર્ટેલના માસ્ટરમાઈન્ડ સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પંજતીર્થિ વિસ્તારમાં વાહન અટકાવી 22 ઓગસ્ટે કરાયું ઓપરેશન મળેલી ચોક્કસ વિગતોના આધારે NCB ની ટીમે ગત 22 ઓગસ્ટના રોજ જમ્મુના પંજતીર્થિ વિસ્તારમાં શંકાસ્પદ વાહનને અટકાવીને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. વાહનની બારીકાઈથી તપાસ કરવામાં આવતાં તેમાંથી 5.160 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું હેરોઈન મળી આવ્યું હતું. સ્થળ પરથી જ ડ્રગ્સ સપ્લાય નેટવર્ક સાથે જોડાયેલા બારામુલાના બે સ્થાનિક નિવાસીઓની ત્વરિત ધરપકડ કરવામાં આવી હતી. લેહમાંથી નેટવર્કનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે NCB ને આ આખા કૌભાંડના મુખ્ય સૂત્રધાર અંગે મહત્વની સુરાગ મળી હતી. આ બાદ NCB એ તાત્કાલિક કાર્યવાહી કરીને લેહ વિસ્તારમાંથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જે પણ મૂળ બારામુલાનો જ વતની છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલો આ ત્રીજો આરોપી સમગ્ર ડ્રગ્સ કાર્ટેલનો મુખ્ય માસ્ટરમાઈન્ડ છે અને તે જ આખી સપ્લાય ચેઈનનું સંચાલન કરી રહ્યો હતો. પાકિસ્તાનથી ઉરી સેક્ટર મારફતે ડ્રગ્સ ઘુસાડાયાની પ્રબળ આશંકા NCB ના અધિકારીઓના જણાવ્યા મુજબ, જપ્ત કરવામાં આવેલો હેરોઈનનો આ મોટો જથ્થો સરહદ પારથી એટલે કે પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા છે. કંટ્રાબેન્ડનો આ જથ્થો ઉત્તરી કાશ્મીરના ઉરી સેક્ટર (Uri Sector) ની સીમા મારફતે ભારતીય સીમામાં દાખલ કરવામાં આવ્યો હતો. ક્રોસ બોર્ડર ડ્રગ્સ સપ્લાય ચેઈન અંગે તમામ દિશામાં તપાસ શરૂ પાકિસ્તાન સ્થિત ડ્રગ્સ સ્મગલરો અને સ્થાનિક કુરિયરો વચ્ચેના કનેક્શનનો ભાંડો ફોડવા માટે NCB એ ક્રોસ બોર્ડર સપ્લાય ચેઈનની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ જથ્થો દેશના અન્ય કયા કયા રાજ્યો કે શહેરોમાં સપ્લાય કરવાનો હતો અને આ સિન્ડિકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે તમામ દિશાઓમાં NCB ની વિવિધ ટીમો દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ પણ વાંચો - Bhavnagarમાં વન વિભાગની બેદરકારી સામે ઉઠ્યા સવાલો: બોરડી ગામમાં ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોકથી સિંહણનું મોત
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan