crime
દારૂ ઢીંચીને કાર ચલાવનાર નબીરાએ 4 લોકોને કચડ્યાં, માતા-પુત્રએ ગુમાવ્યો જીવ, કારમાંથી બોટલો મળી આવી
અમદાવાદમાં દારૂ ઢીંચીને કાર ચલાવનારા નબિરાઓનો આંતક દિન પ્રતિદિન વધી રહ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં નશામાં ચૂર નબિરાએ ફૂટપાથ પર 4 લોકોને કચડ્યાં હતા. જેમાં માતા-પુત્રના મોત થયા હતા. જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, કારની જોરદાર ટક્કર બાદ એક યુવક કારના બોનેટ અને દિવાલ વચ્ચે ભીંસાઈ જતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. કાર પાછળ હટે તેમ ન હોવાથી ત્યાં હાજર લોકોએ કારને ઊંચકીને યુવકને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે ચણિયાચોળી વેચનાર માતા પૂનમબેન જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેના પુત્ર સાગર નગવાડિયા (ઉ.વ. 15)એ જીવ ગુમાવ્યા હતા. જ્યારે ખરીદી કરી ...
Read full article on Khabarchhe