Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ડાયલ 112ના જનરક્ષક પાયલોટોના પગારમાં ઘટાડો:AAPએ સરકાર પાસે યોગ્ય પગાર અને કાયમી ઉકેલની કરી માંગ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 14, 2026 👁 5 views
ડાયલ 112ના જનરક્ષક પાયલોટોના પગારમાં ઘટાડો:AAPએ સરકાર પાસે યોગ્ય પગાર અને કાયમી ઉકેલની કરી માંગ
ગુજરાતભરમાં કટોકટીના સમયે નાગરિકોની મદદ માટે દોડી જતી ઇમરજન્સી સેવા 'ડાયલ 112' ના જનરક્ષક પાયલોટોની સમસ્યાઓને લઈને આમ આદમી પાર્ટી (AAP) એ રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. ફરજના કલાકો ઘટતાની સાથે જ પાયલોટોના પગારમાં કરાયેલો ઘટાડો, ટ્રાન્સફર બાદ વાહનોની ફાળવણીમાં વિલંબ તેમજ નિમણૂક પત્રો (જોબ ઓર્ડર) આપવામાં થતી મહિનાઓની રાહ જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવી AAPએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. ફરજના કલાકો ઘટ્યા પણ મોંઘવારીમાં પગાર કાપી નંખાયો: AAP આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, કટોકટીના સંજોગોમાં પોલીસ ગાડીઓ ચલાવીને સમયસર ઘટનાસ્થળે પહોંચતા જનરક્ષક પાયલોટો રાત-દિવસ સેવા આપે છે. પસંદગી છતાં 6થી 8 મહિના જોબ ઓર્ડર અટવાયા હોવાનો દાવો પત્રકાર પરિષદમાં જણાવ્યા અનુસાર, ડાયલ ૧૧૨ માં પસંદગી પામેલા પાયલોટોને નોકરીનો અંતિમ ઓર્ડર મેળવવા માટે 6થી 8 મહિના સુધી લાંબી રાહ જોવી પડે છે. પસંદગી બાદ ઓર્ડર ન મળવાને કારણે ઉમેદવારો મહિનાઓ સુધી બેરોજગાર રહે છે અને ઘણાને જીવનનિર્વાહ માટે ઉછીના પૈસા લેવાની નોબત આવે છે. અગાઉ પણ 1200થી વધુ પાયલોટો આ પ્રકારના વિલંબનો ભોગ બન્યા હોવાનો AAP દ્વારા દાવો કરાયો હતો. આ ઉપરાંત, ઉમેદવારો પાસેથી ₹12,000 જેવી ફી લઈને ટ્રેનિંગ અપાવ્યા બાદ પણ પોસ્ટિંગમાં વિલંબ થતો હોવાનો આક્ષેપ કરાયો છે. બદલી બાદ વાહન ન મળતાં ફરજથી વંચિત AAP પ્રવક્તાએ વધુ એક વહીવટી ખામી તરફ ધ્યાન દોરતાં જણાવ્યું કે, એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી (ટ્રાન્સફર) થયા પછી પાયલોટોને સમયસર વાહનની ફાળવણી કરવામાં આવતી નથી. વાહન ન મળવાને કારણે તેઓ ફરજ પર જોડાઈ શકતા નથી અને લાંબો સમય બેરોજગાર રહેવા મજબૂર બને છે. બીજી તરફ ડાયલ ૧૧૨ ની કેટલીક સરકારી ગાડીઓ બિનઉપયોગી હાલતમાં પડી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. “મહોત્સવો અને જાહેરાતો પાછળ કરોડો ખર્ચાતા હોય તો પાયલોટો માટે કેમ નહીં?” ડો. કરન બારોટે સરકારની કાર્યપ્રણાલી પર કટાક્ષ કરતાં પૂછ્યું હતું કે: “સરકાર યુવાનો અને Gen-Z સાથે સંવાદ માટે મોટા-મોટા કાર્યક્રમો યોજે છે, તો ગુજરાતની જનતાની સુરક્ષા માટે ખડેપગે રહેતા ડાયલ ૧૧૨ ના આ યુવાનો સાથે સીધો સંવાદ કેમ નથી કરતી? જ્યારે સરકારી મહોત્સવો, બેનરો અને પ્રચાર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે દિવસ-રાત જોખમ ખેડીને સેવા આપતા જનરક્ષક પાયલોટોને યોગ્ય પગાર અને કાયમી હક્કો આપવામાં સંકોચ કેમ?” AAP એ માગણી કરી છે કે રાજ્ય સરકાર ડાયલ 112ના પાયલોટો સાથે તાત્કાલિક સીધી બેઠક યોજે, તેમની વ્યાજબી સમસ્યાઓ સાંભળે અને યોગ્ય વેતન સહિતના તમામ પડતર પ્રશ્નોનો કાયમી અને સંતોષકારક ઉકેલ લાવે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan