Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ડેટિંગ એપની ફ્રેંનચાઈઝી આપવાની લાલચે 17.81 લાખ પડાવ્યા:રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાની શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી, કોઈન વેચાણ પર 25% કમિશનની લાલચ આપી'તી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 2, 2026 👁 5 views
ડેટિંગ એપની ફ્રેંનચાઈઝી આપવાની લાલચે 17.81 લાખ પડાવ્યા:રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાની શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી, કોઈન વેચાણ પર 25% કમિશનની લાલચ આપી'તી
ડેટીંગ એપની એજન્સી અપાવવાના નામે ફ્રોડ આચરતા રાજસ્થાની શખ્સને રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ટોકી અને સુગો એપ મારફત કોઈન લે-વેંચ કરતાં શાપરના યુવકને એપમાંથી જ નિકળેલ એજન્ટે એજન્સી જ લઈ 25% કમિશન તથા અન્ય લાભો મળવાની લાલચ આપી ફસાવી એપ્રુવલ પ્રોસેસના નામે રૂપીયા પડાવી લીધા હતા. 25% કમિશન તથા અન્ય લાભો મળવાની લાલચ આપી ગત તા.30.07.2026ના રોજ ફરિયાદી દ્વારા રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમને ટોકી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં એકાઉન્ટ બનાવ્યું હતું અને તેમાં અવાર નવાર રીચાર્જ કરી અને કોઇન મેળવી તે કોઇન આ એપમાં અન્ય વ્યકતિઓ તથા મહીલાઓ સાથે વાતચીત કરવા માટે વાપરતો હતો. દરમ્યાન ફરીયાદીને મોબાઇલ અજાણ્યા નંબર પરથી ફોનમાં પોતે ટોકી કંપનીનો એજન્ટ હોવાનું જણાવી કંપનીની એજન્સી ખરીદવાથી કોઈન વેચાણ પર 25% કમિશન તથા અન્ય લાભો મળવાની લાલચ આપી હતી. આરોપી દ્વારા ફ્રોડની તમામ રકમ વાપરી નાખવામાં આવી ત્યારબાદ અલગ અલગ રીતે અને સમયે સંપર્ક કરી ટોકી એપ્લિકેશનમાં આઈડી શરૂ કરવા, એજન્સી ખરીદવા તથા એપ્રુવલ પ્રક્રિયાના બહાને વિવિધ ક્યુઆર કોડ મારફતે અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.17,81,173 ઓનલાઇન ટ્રાન્જેકશન મારફત આપ્યા હતા. આમ છતાં ફરીયાદીને ટોકી એપ્લિકેશનની એજન્સી કે આઈડી ન આપતા અવાર નવાર મેસેજ તથા ઇન્ટાગ્રામ એપ.માં ટેકસ મેસેજ કરી વધુ રકમની માંગણી કરી હતી જો કે બાદમાં ફરીયાદીને પોતે છેતરાયા હોવાની જાણ થતા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી સુરેન્દ્રકુમાર હીરાલાલ સીહાગની ધરપકડ કરવામાં આવી છે. જે મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી દ્વારા ફ્રોડની તમામ રકમ વાપરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા તમામ ટ્રાન્ઝેક્શન તેમજ બેન્ક એકાઉન્ટ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેવી રીતે આચરી છેતરપિંડી ? પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી મિત્રતા કેળવવાની ટોકી નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા જેમાં ટોકનના આધારે મહિલા અને પુરૂષો સાથે મિત્રતા કેળવવામાં આવે છે અને તેની સાથે વાતચીત કરવામાં આવે છે. ફરિયાદી આ એપ્લિકેશનમાં વાતચીત કરી રહ્યા હતા દરમિયાન તેના ટોકનની ખરીદી માટે તેને સોશિયલ મિડીયામાં રિકવેસ્ટ આવતી હતી. જેમાં ફરિયાદીનો સંપર્ક કરી અને એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાતા ટોકન ડિસ્કાઉન્ટમાં આપવાની જાહેરાત આપી હતી અને ફરિયાદીને વિશ્વાસમાં લઇને તેને એપ્લિકેશનના ટોકનની એજન્સી લેવા માટે કહ્યું હતું અને આ માટે અલગ અલગ સમયે કુલ 17.81 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદીને આ શખ્સે 25 ટકા વળતર આપવાની પણ લાલચ આપી હતી. જો કે ફરિયાદીને શંકા જતા તેઓએ પોલીસનો સંપર્ક કરતા આખા કૌંભાડનો પર્દાફાશ થયો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan