Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ડિફેન્સની દારૂની બોટલ સાથે નિવૃત્ત આર્મીમેન ઝડપાયો:વેળાવદર ભાલ પોલીસે 45 દારૂની બોટલો ઝડપી પાડી, નાસિકથી મિત્ર પાસેથી લાવ્યો હોવાની કબૂલાત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 14, 2026 👁 4 views
ડિફેન્સની દારૂની બોટલ સાથે નિવૃત્ત આર્મીમેન ઝડપાયો:વેળાવદર ભાલ પોલીસે 45 દારૂની બોટલો ઝડપી પાડી, નાસિકથી મિત્ર પાસેથી લાવ્યો હોવાની કબૂલાત
ભાવનગર જિલ્લાના વેળાવદર પોલીસે સનેશ ચોકડી નજીક પેટ્રોલિંગ દરમિયાન ગારિયાધાર તાલુકાના મોટીવાવડી ગામના એક નિવૃત્ત આર્મીમેનને ડિફેન્સની દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે વિદેશી દારૂ અને મોબાઈલ સહિત કુલ ₹23,308 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂની બોટલ સાથે આરોપીને દબોચ્યો અમદાવાદ-ભાવનગર નેશનલ હાઇવે નં. 751, સનેશ ચોકડી નજીક પોલીસે આરોપી દિલીપ ભીખાભાઈ ત્રિવેદી (રહે. મોટીવાવડી, તા. ગારિયાધાર, જી. ભાવનગર)ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ડિફેન્સની અલગ-અલગ બ્રાન્ડની દારૂની નાની-મોટી 45 બોટલો (કિંમત ₹13,603) અને મોબાઇલ મળીને કુલ ₹23,308 નો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપી દારૂ ક્યાંથી લાવ્યો પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તે કામ અર્થે નાસિક ગયો હતો, જ્યાંથી તેના મિત્ર પાસેથી ડિફેન્સનો આ દારૂ લાવ્યો હતો તથા કેટલીક બોટલો બહારની વાઇનશોપમાંથી ખરીદી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નિવૃત્ત આર્મીમેન સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તેની સામે 'પાસા' (PASA) હેઠળ પણ કાર્યવાહી થયેલી છે. વેળાવદર પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan