top
મહેસાણાના DDO પ્રદીપસિંહ રાઠોડની કારનો અકસ્માત:ખરણા-બોરું ગામ નજીક બે કારની સામસામે ટક્કર, ઈજાગ્રસ્ત DDOને સારવાર માટે વિસનગરની હોસ્પિટલમાં ખસેડાયા
મહેસાણા-ગાંધીનગર હાઈવે પર ખરણા-બોરું ગામ નજીક એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી (DDO) પ્રદીપસિંહ રાઠોડની કારને અકસ્માત નડ્યો છે. ખરણાં-બોરું ગામ પાસે બે કારની ટક્કર પ્રદીપસિંહ રાઠોડ ગોજારીયાથી ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ખરણા-બોરું ગામ નજીક બે કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં DDO પ્રદીપસિંહ રાઠોડને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ સ્થાનિકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત DDOને વિસનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા ઈજાગ્રસ્ત DDO પ્રદીપસિંહ રાઠોડને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે વિસનગરની નૂતન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ સરકારી અધિકારીઓ હોસ્પિટલ અને અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા.
Read full article on Divya Bhaskar