Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

કલેક્ટર અને DDOએ દાવડ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી:SMC તાલીમમાં સભ્યો સાથે સંવાદ કર્યો, શિક્ષણની ગુણવત્તા અને શાળાના વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 29, 2026 👁 1 views
કલેક્ટર અને DDOએ દાવડ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી:SMC તાલીમમાં સભ્યો સાથે સંવાદ કર્યો, શિક્ષણની ગુણવત્તા અને શાળાના વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલે ઈડર તાલુકાની દાવડ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. બંને અધિકારીઓ શાળામાં યોજાયેલી શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) સશક્તિકરણ તાલીમમાં જોડાયા અને સભ્યો સાથે વાતચીત કરી. તેમણે સમિતિના સભ્યોને શાળાના વિકાસમાં તેમની ભૂમિકા અને જવાબદારીઓ વિશે માર્ગદર્શન આપ્યું. બાળકોના શિક્ષણની ગુણવત્તા સુધારવા, તેમની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા અને અભ્યાસમાં વાલીઓની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો. શાળા અને વાલીઓ વચ્ચે સારો સંવાદ જળવાય તથા સમિતિના સભ્યો શાળાના વિકાસકાર્યોમાં સક્રિય રીતે જોડાય તે માટે પણ પ્રેરણા આપી.અધિકારીઓએ શાળામાં મધ્યાહન ભોજન યોજનાની વ્યવસ્થા જોઈ. તેમણે શાળામાં તૈયાર થયેલી દાળઢોકળીનો સ્વાદ ચાખ્યો અને ભોજન વ્યવસ્થા વિશે માહિતી મેળવી. ત્યારબાદ શિક્ષકો અને શાળાના સ્ટાફ સાથે બેઠક યોજાઈ. તેમાં શૈક્ષણિક કામગીરી, શિક્ષણની ગુણવત્તા, શાળાનું વાતાવરણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા થઈ. બાળકોમાં અભ્યાસ પ્રત્યે રસ વધે અને તેમની ક્ષમતાઓનો વિકાસ થાય તે માટે સતત પ્રયત્ન કરવા શિક્ષકોને પ્રોત્સાહિત કરાયા. દાવડ પ્રાથમિક શાળાની કામગીરીને બિરદાવી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા. આ મુલાકાતથી શાળાના વિકાસમાં શિક્ષકો, વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની ભાગીદારી વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરાઈ.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan