Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Delhi Student Protest : વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસના કથિત બળપ્રયોગની થશે તપાસ, સુપ્રીમ કોર્ટે બનાવી હાઈ-પાવર્ડ કમિટી

📰 Sandesh 🕐 1 min read 📅 August 20, 2026 👁 4 views
Delhi Student Protest : વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસના કથિત બળપ્રયોગની થશે તપાસ, સુપ્રીમ કોર્ટે બનાવી હાઈ-પાવર્ડ કમિટી
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં થયેલા વિદ્યાર્થી પ્રદર્શનો દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કથિત બળજબરીની તપાસ માટે હાઈ-પાવર્ડ કમિટીની રચના કરી છે. આ કમિટીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી કરશે. કમિટીમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રવિ શંકર ઝા, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ શાલિન્દર કૌર, CBIના પૂર્વ ડાયરેક્ટર ઋષિ કુમાર શુક્લા અને મેઘાલયના પૂર્વ DGP એલઆર બિશ્નોઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓની દેખરેખ જેવા મુદ્દાઓની તપાસ કરશે કમિટી પ્રદર્શનકારીઓ સામે કથિત અતિશય બળપ્રયોગ, પેલેટ ગનના ઉપયોગ, પોલીસ કાર્યવાહી અંગે જવાબદારી અને પ્રદર્શનકારીઓની દેખરેખ જેવા મુદ્દાઓની તપાસ કરશે. આ ઉપરાંત મહિલા પ્રદર્શનકારીઓ સામે હિંસા, ઉત્પીડન અને છેડતીના આરોપો તેમજ ઘાયલોને મળેલી તબીબી સહાય અને વળતર અંગે પણ તપાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કમિટીને પોલીસની કથિત બળજબરી ઉપરાંત પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલી હિંસાની પણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. મહિલા પ્રદર્શનકારીઓના ઉત્પીડનના આરોપોને પ્રાથમિકતા આપવા અને પોલીસ કાર્યવાહીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોના કેસની તપાસ કરવા પણ કહેવામાં આવ્યું છે. કોર્ટે પ્રદર્શન સાથે જોડાયેલા CCTV ફૂટેજ, ડ્રોન ફૂટેજ, બોડી કેમેરા અને PCR કોલ રેકોર્ડ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. ગંભીર અને જઘન્ય આરોપો સિવાય કસ્ટડીમાં રહેલા સગીરોને મુક્ત કરવાનો પણ નિર્દેશ અપાયો છે. પોલીસ વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી પણ થઈ શકે પ્રદર્શનકારીઓના વ્યક્તિગત ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેને જાહેર કરવા પર રોક મૂકવામાં આવી છે. કમિટીના તપાસ પરિણામોથી અલગ પોલીસ વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી પણ થઈ શકે છે. આ મામલે શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકાર અને કાયદો-વ્યવસ્થા વચ્ચે સંતુલન સહિતના મોટા બંધારણીય પ્રશ્નો પર સુપ્રીમ કોર્ટ બાદમાં અલગથી નિર્ણય કરશે. આ અરજીઓ દિલ્હી જંતર-મંતર, બિહાર સહિત વિવિધ સ્થળોએ NEET અને અન્ય પરીક્ષાઓના કથિત પેપર લીકને લઈને થયેલા પ્રદર્શનો બાદ દાખલ કરવામાં આવી હતી. આ પણ વાંચો : Jharkhand : સોરેન સરકારને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો, JPSC પરીક્ષા રદ કરવાના નિર્ણય પર લગાવી રોક
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan