Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ધરમપુર હોસ્ટેલ હુમલામાં ભાજપ યુવા મોરચાના નેતા સામેલ:અનંત પટેલનો આક્ષેપ, ઘાયલોની મુલાકાત લીધી; ઉગ્ર આંદોલનની ચીમકી આપી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 6, 2026 👁 4 views
ધરમપુર હોસ્ટેલ હુમલામાં ભાજપ યુવા મોરચાના નેતા સામેલ:અનંત પટેલનો આક્ષેપ, ઘાયલોની મુલાકાત લીધી; ઉગ્ર આંદોલનની ચીમકી આપી
ધરમપુર કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી અને તેમના હાલચાલ પૂછ્યા. આ હુમલાને ગંભીર ગણાવતા તેમણે ભાજપ અને શાસક પક્ષ પર નિશાન સાધ્યું. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત અને વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન અનંત પટેલે ગંભીર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આ હુમલામાં ભાજપ અને ABVP સાથે જોડાયેલા લોકો તેમજ ધરમપુર શહેર ભાજપ યુવા મોરચાના નેતા પણ સામેલ છે. પટેલે જણાવ્યું કે ઘટના સમયે વપરાયેલી ગાડી જો ચોરાયેલી ન હોય, તો તેના માલિક સામે તાત્કાલિક કાર્યવાહી કરીને તેની ધરપકડ કરવી જોઈએ. અનંત પટેલે વધુમાં આક્ષેપ કર્યો કે ધરમપુરમાં હાથે કડાં પહેરીને ફરતી 'કડાં ગેંગ' સક્રિય થઈ છે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ દ્વારા આવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. તેમણે પોલીસને આવા ગ્રુપના એડમિન અને સંડોવાયેલા તમામ લોકો સામે કડક પગલાં ભરવા અપીલ કરી. પોલીસ અને પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરતા અનંત પટેલે ચેતવણી આપી. તેમણે કહ્યું કે જો સીસીટીવી અને વિડિયો ફૂટેજમાં દેખાતા તમામ મુખ્ય આરોપીઓ અને ફરાર નેતાઓની તાત્કાલિક ધરપકડ નહીં થાય, તો આગામી દિવસોમાં પ્રાંત અધિકારીની કચેરી અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન કરાશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan