top
ધરમપુરમાં ભાજપનો ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ:શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે 11 અલગ-અલગ વિષયો પર તજજ્ઞો માર્ગદર્શન આપશે
વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે ભાજપ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન' અંતર્ગત ત્રિદિવસીય જિલ્લા પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો છે. પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, વલસાડ જિલ્લા ભાજપ અધ્યક્ષ હેમંત પટેલના નેતૃત્વમાં આ ત્રણ દિવસીય શિબિરનું આયોજન કરાયું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, પૂર્વ ધારાસભ્યો અને જિલ્લાના વરિષ્ઠ આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગ દરમિયાન કુલ ૧૧ અલગ-અલગ વિષયો પર તજજ્ઞ વક્તાઓ દ્વારા પ્રશિક્ષાર્થીઓને વિષયવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. પ્રશાંત કોરાટે વધુમાં જણાવ્યું હતું કે, સંગઠન વર્ષ પૂર્ણ થયા બાદ શક્તિ કેન્દ્ર, મંડળ, જિલ્લા, પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તર સુધી પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવું એ ભાજપની કાયમી પ્રણાલી છે. નવા કાર્યકર્તાઓને પક્ષની વિચારધારા અને નીતિ-રીતિથી માહિતગાર કરવા માટે આવા પ્રશિક્ષણ વર્ગો અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
Read full article on Divya Bhaskar