Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

દુબઈની કંપનીના નામે બનાવટી ઈ-મેઈલ મોકલી વડોદરાની કંપની છેતરપિંડી:બનાવટી બેંક એકાઉન્ટમાં 20,830 US ડોલર ટ્રાન્સફર કરાવી 19.75 લાખ રૂપિયાની છેતરપિંડી, સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 4, 2026 👁 3 views
દુબઈની કંપનીના નામે બનાવટી ઈ-મેઈલ મોકલી વડોદરાની કંપની છેતરપિંડી:બનાવટી બેંક એકાઉન્ટમાં 20,830 US ડોલર ટ્રાન્સફર કરાવી 19.75 લાખ રૂપિયાની છેતરપિંડી, સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ
વડોદરા શહેરની ખાનગી કંપની સાથે દુબઈ સ્થિત સપ્લાયર કંપનીના નામે બનાવટી ઈ-મેલ અને ઈન્વૉઇસ મોકલી સાયબર છેતરપિંડી થઈ છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપીએ વાસ્તવિક સપ્લાયરના ઈ-મેલ ડોમેનમાં ફેરફાર કરી કંપનીની ખોટી ઓળખ ધારણ કરી હતી અને બેંક ખાતાની વિગતો બદલીને કંપની પાસેથી 20,830 USD એટલે કે આશરે 19.75 લાખ રૂપિયાની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. વડોદરાની ખાનગી કંપની ઓઈલ અને ગેસ ક્ષેત્રની કંપનીઓને ઈક્વિપમેન્ટ સપ્લાય કરવાનું કામ કરે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025 દરમિયાન LTTS કંપની માટે ડોર અને વિન્ડોનો ઓર્ડર મળ્યા બાદ ફરિયાદી કંપનીએ દુબઈ સ્થિત TRUE SEA SERVICES F.Z.C. પાસેથી ઓનલાઈન મટીરીયલ ખરીદવા માટે તેમની વેબસાઈટ મારફતે ઈ-મેઇલ આઈડી પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સપ્લાયર તરફથી ઓર્ડર અંગેની માહિતી આપવામાં આવી હતી તેમજ દુબઈ ખાતે રૂબરૂ મુલાકાત માટે પણ બોલાવવામાં આવ્યા હતા. વડોદરાની કંપનીએ 10 માર્ચ 2026ના રોજ બેંક ખાતામાં 11,216 USD એડવાન્સ પેમેન્ટ તરીકે ચૂકવ્યા હતા. આ રકમ બાદ સપ્લાયર દ્વારા મટીરીયલ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મટીરીયલ તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું હતું અને બાકી રકમની ચુકવણી કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન તા.25 મે 2026ના રોજ કંપનીને ઈ-મેલ મળ્યો હતો. જેમાં અગાઉ આપવામાં આવેલા બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર નહીં કરવા જણાવ્યું હતું અને નવા બેંક ખાતાની વિગતો આપવામાં આવી હતી. જેથી કંપનીએ આ ઈ-મેલને સાચો માનીને જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા કરી હતી. ત્યારબાદ તા.9 જૂન 2026ના રોજ 20,830 USD બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તા.13 જુલાઈ 2026ના રોજ મટીરીયલની ડિલિવરી અંગે કંપનીએ સપ્લાયરનો સંપર્ક કર્યો હતો. ત્યારે સપ્લાયર તરફથી બાકી ચુકવણી મળી ન હોવાનું જણાવ્યું હતું અને 15 ટકા વધારાના સ્ટોરેજ ચાર્જની માંગ કરી હતી. જેથી કંપનીએ અગાઉ કરવામાં આવેલા USD 20,830ના રેમિટન્સની કોપી સપ્લાયરને મોકલી હતી. કોપી મળ્યા બાદ સપ્લાયર દ્વારા તપાસ કરતા તેમને આ રકમ મળી જ ન હોવાનું બહાર આવ્યું હતું. કંપનીને જાણ થઈ હતી કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ સપ્લાયરના ઈ-મેઈલની જગ્યાએ મળતા આવતા ડોમેનનો ઉપયોગ કર્યો હતો. આરોપીએ સપ્લાયરની ઓળખ ધારણ કરીને બનાવટી ઈ-મેલ અને ઈન્વૉઇસ મોકલ્યા હતા. કંપનીને વિશ્વાસમાં લઈને બાકી પેમેન્ટ સપ્લાયરને બદલે અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan