Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

નિવૃત Dysp અશોકસિંહ ચૌહાણના સિટી સેશન્સ કોર્ટે જામીન ફગાવ્યા:નહેરૂનગરમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 2, 2026 👁 11 views
નિવૃત Dysp અશોકસિંહ ચૌહાણના સિટી સેશન્સ કોર્ટે જામીન ફગાવ્યા:નહેરૂનગરમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે નિવૃત DySP અશોકસિંહ ચૌહાણની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી નકારી નાખી છે. તેમની સામે અમદાવાદના સેટેલાઇટ પોલીસ મથકે BNS અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. અશોકસિંહ ચૌહાણે 5 રાઉન્ડ ફાયર કર્યા હતા અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર નિર્દોષ છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. આ ઘટના જમીન વિવાદના કારણે બની હતી અને મૂળ ફરિયાદી કે અન્ય લોકોને જાનથી મારી નાખવાનો કોઈ પૂર્વ આયોજિત હેતુ કે ઈરાદો નહોતો. પિસ્તોલમાંથી કુલ 5 રાઉન્ડ ફાયર થયા હતા, જેમાંથી 3 જમીન તરફ અને 2 ફરિયાદી તરફ છોડવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. જો કે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી. ઘટનાસ્થળેથી એક ખરાબ બુલેટ અને 5 વપરાયેલા કાર્ટ્રિજ મળ્યા FSL રિપોર્ટ મુજબ ઘટનાસ્થળેથી માત્ર એક ખરાબ બુલેટ અને 5 વપરાયેલા કાર્ટ્રિજ મળ્યા છે. આસપાસની દિવાલો કે સ્ટ્રક્ચર પર ગોળી વાગવાના કે ઘસાવવાના કોઈ નિશાન મળ્યા નથી, જે ફરિયાદીના આક્ષેપો પર શંકા ઉત્પન્ન કરે છે. ઘટના બન્યા બાદ અરજદારે પોતે જ ઇમરજન્સી હેલ્પલાઇન પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી, જે તેમનું પ્રામાણિક વર્તન દર્શાવે છે. કેસના સહ-આરોપીઓને ગુજરાત હાઇકોર્ટ અને આ નીચલી અદાલત દ્વારા જામીન આપવામાં આવ્યા છે. આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે. અરજદારનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. CCTV ફૂટેજમાં આરોપી અપશબ્દો અને ધમકી આપતા દેખાય સામે સરકારી વકીલે અને મૂળ ફરિયાદીના વકીલે દલીલો કરી હતી કે આરોપી નિવૃત્ત DySP હોવા છતાં, કાયદાનો ડર રાખ્યા વિના પોતાના અંગત પરવાનાવાળા હથિયારથી જાહેરમાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી 2 રાઉન્ડ ફરિયાદી તરફ ટાંકીને કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી 5 ખાલી કાર્ટ્રિજ મળ્યા છે અને CCTV ફૂટેજમાં આરોપી અપશબ્દો બોલતા અને ધમકી આપતા દેખાય છે. અરજદારને જામીન આપવાથી સાક્ષીઓ સાથે ચેડાં થવાની અને ફરિયાદીને ધમકાવવાની પૂરતી શક્યતા છે. ઉપરાંત, અરજદાર સામે અગાઉ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા પણ ગુનો નોંધાયેલો છે. સિટી સેશન્સ કોર્ટે આરોપીના જામીન નકાર્યા કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી ઉપર પરવાનાવાળી પિસ્તોલથી જાહેરમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરવાનો ગંભીર આક્ષેપ છે. અન્ય સહ-આરોપીઓને જામીન મળ્યા છે, પરંતુ આ કેસમાં મુખ્ય ભૂમિકા વર્તમાન અરજદારની છે. માત્ર ચાર્જશીટ દાખલ થઈ જવાથી કેસની પરિસ્થિતિમાં કોઈ મોટો કે ગુણાત્મક ફેરફાર થતો નથી. જેથી આ જામીન અરજી નકારવામાં આવે છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan