environment
એ... એ... ગઈ! ધસમસતા પૂરમાં કાર નાખવી ભારે પડી
ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં પૂરના પાણીમાં એક કાર તણાયાની ઘટના બની હતી. વલ્લભીપુર તાલુકાના માલપરા અને લુણધારા વચ્ચે આવેલી નદીમાં ઘોડાપૂર આવતા એક કાર તણાઈ હતી. નદીમાં વહેતો પાણીનો પ્રવાહ કારને ખેંચી જતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. જો કે આ બનાવ અંગેની જાણ થતાં જ જિલ્લા પંચાયતના સભ્ય બ્રિજરાજસિંહ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તંત્રના અધિકારીઓને જાણ કરી હતી. મહત્વનું છે કે ગ્રામજનોએ તાત્કાલિક બચાવ અભિયાન હાથ ધરતા કારમાં ફસાયેલા ચાલકનો 2 કલાકની જહેમત બાદ બચાવી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે કારચાલક પ્રતાપભાઈ મોરી બરવાળા ગામના વતની હોવાનું સામે આવ્યું છે.
Read full article on News18 Gujarati