Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Edible Oil Price Hike: ખાદ્ય તેલના ભાવમાં ભડકો, તહેવારોની મોસમ પહેલા જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

📰 Sandesh 🕐 1 min read 📅 August 10, 2026 👁 8 views
Edible Oil Price Hike: ખાદ્ય તેલના ભાવમાં ભડકો, તહેવારોની મોસમ પહેલા જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો પહેલા જ સામાન્ય જનતા અને ગૃહિણીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના માર વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં અચાનક મોટો વધારો ઝીંકાયો છે. બજારમાં સિંગતેલના ડબ્બામાં રૂ. 35નો સીધો વધારો નોંધાયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 30નો વધારો ઝીંકવામાં આવ્યો છે. તહેવારોની મોસમ શરૂ થતાં પહેલાં જ તેલના ડબ્બાના ભાવ આસમાને પહોંચતાં સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. સિંગતેલ રૂ. 2,925 અને કપાસિયા તેલ રૂ. 2,825ની સપાટીએ ભાવવધારા બાદ હવે બજારમાં સિંગતેલના નવા ભાવ રૂ. 2,925 પહોંચી ગયા છે. તેવી જ રીતે ગૃહિણીઓમાં સૌથી વધુ વપરાતા કપાસિયા તેલનો ડબ્બો પણ વધારા સાથે રૂ. 2,825ની નવી સપાટીએ પહોંચી ગયો છે. અચાનક આવેલા આ ભાવવધારાથી મિલરો અને વેપારીઓ તો લાભ મેળવશે, પરંતુ તહેવારોમાં મીઠાઈઓ અને વાનગીઓ બનાવવાનો પ્લાન કરી રહેલા ગૃહિણીઓ પર આર્થિક બોજ વધી ગયો છે. બજારમાં માગ વધતાં ભાવમાં ઉછાળો વેપારી વર્ગના જણાવ્યા અનુસાર, આગામી તહેવારો નજીક આવી રહ્યા હોવાથી બજારમાં ખાદ્ય તેલની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રોસેસિંગ હાઉસ અને રિટેલ માર્કેટમાં તહેવારોની ખરીદી નીકળતાં પુરવઠા પર દબાણ વધ્યું છે, જેના કારણે ખાદ્યતેલના ભાવ ઊંચકાયા છે. આગામી દિવસોમાં જો માગ આવી જ રીતે વધતી રહેશે, તો ભાવ હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો - Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan