top
એક્સપાયર ડેટ પહેલા જ ફૂગવાળી નીકળી કાજુ કતરી
જામનગરના તહેવાર ટાણે જ એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. સાતમ-આઠમના તહેવારને લઈને ગ્રાહકે શહેરની જાણીતી દુકાનમાંથી નટબટ કંપનીની કાજુકતરી ખરીદી હતી. જો કે ઘરે જઈને તે બોક્સ ખોલતા જ દંગ રહી ગયો, કારણ કે એક્સપાયર ડેટ પહેલા જ તે કાજુ કતરી પર ફૂગ વળેલી જોવા મળી. જો કે આ ઘટના અંગેની જાણ તેણે કંપનીને કરતા કંપની દ્વારા તેને ઉડાઉ જવાબ આપવામાં આવ્યો જેથી આખરે ગ્રાહકે સ્થાનિક વહીવટી તંત્રની મદદ માગી હતી. મહત્વનું છે કે ઘટના અંગેની જાણ થતાં જ જામનગર મનપાની ફૂડ શાખાની સમગ્ર ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી અને આઉટલેટ પર કાર્યવાહી હાથ ધરી હતી.
Read full article on News18 Gujarati