top
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરો સુરક્ષિત
સોમવારે સાઉદી અરેબિયાના ડમ્મામથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વિમાનના શૌચાલયમાં "બોમ્બ" શબ્દ લખેલું ટિશ્યુ પેપર મળી આવતાં ગભરાટ મચી ગયો હતો. ક્રૂ મેમ્બર દ્વારા શોધાયા બાદ ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર, વિમાનમાં 32 મુસાફરો હતા, જેમાંથી તમામને ટર્મિનલ 2 પર સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા. હાલમાં વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ સુરક્ષા તપાસ માટે વિમાનને અલગ કરી દીધું છે. અત્યાર સુધી કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ હોવાની પુષ્ટિ થઈ નથી. Gujarat | A Dammam-Delhi Air India flight made an emergency landing at Ahmedabad Airport after a tissue paper with the word "bomb" written on it was found by a crew member in the lavatory. There were 32 passengers onboard and all of them were safely deboarded at Terminal 2. The... — ANI (@ANI) August 31, 2026 આ પણ વાંચો: શું છે હબ-એન્ડ-સ્પોક સિસ્ટમ? અમદાવાદ એરપોર્ટ પર થશે શરૂ, મુસાફરોને થશે અનેક ફાયદા
Read full article on The Indian Express