Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગાંધીનગર-અમદાવાદમાં સોશિયલ મીડિયા ફ્રેન્ડનું કારસ્તાન:લગ્નની લાલચ આપી યુવતીનું શોષણ કરી બદનામ કરવાની ધમકીઓ આપી, 7 લાખ પડાવીને પણ પીછો છોડ્યો નહીં

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 31, 2026 👁 2 views
ગાંધીનગર-અમદાવાદમાં સોશિયલ મીડિયા ફ્રેન્ડનું કારસ્તાન:લગ્નની લાલચ આપી યુવતીનું શોષણ કરી બદનામ કરવાની ધમકીઓ આપી, 7 લાખ પડાવીને પણ પીછો છોડ્યો નહીં
સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા ગાંધીનગર આવેલી 30 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી સગાઈ તેમજ લગ્નની ખોટી લાલચ આપી શારીરિક શોષણ આચરવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના યુવકે ગાંધીનગર અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભાડાના મકાનો રાખી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ દારૂના નશામાં અવારનવાર મારઝૂડ કરી કટકે-કટકે 7 લાખ પડાવી લીધા બાદ યુવતીને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપવાનું શરૂ કરતાં ભોગ બનનાર યુવતીએ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ નોંધાવી છે. સ્નેપચેટ પર સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બાંધી સાથે રહેવા લાગ્યા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાની વતની યુવતી વર્ષ 2022માં સરકારી નોકરીની તૈયારી કરવા માટે ગાંધીનગર આવી હતી અને સેક્ટર-28 સ્થિત અશ્વમેઘ ફ્લેટમાં ભાડે રહેતી હતી. વર્ષ 2024 દરમિયાન સ્નેપચેટ એપ્લિકેશન મારફતે જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં આવેલા સહયોગ પાર્ક ખાતે રહેતો સતિષગીરી પ્રકાશગીરી ગોસ્વામી નામનો શખ્સ તેના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ યુવતીને લગ્ન કરવાની અને આજીવન સાથે રાખવાની ખાતરી આપી પ્રેમસંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ બંને ગાંધીનગર સેક્ટર-28 ઉપરાંત અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી, ચેનપુર અને ખોડિયાર ગામ પાસે આવેલ જાસ્મીન ગ્રીન-1 જેવા ભાડાના ફ્લેટોમાં લિવ-ઇનમાં સાથે રહેતા હતા. લગ્નની માંગણી કરતાં મારઝૂડ કરી અને અન્યત્ર સગાઈ ન થવા દીધી ુવતી જ્યારે પણ વિધિવત સગાઈ અને લગ્ન કરવા માટે દબાણ કરતી ત્યારે આરોપી ખોટા વાયદા કરીને વાત ટાળી દેતો હતો. સમય જતાં આરોપી દારૂ પીવાની કુટેવના કારણે યુવતી સાથે ગંભીર મારઝૂડ કરવા લાગ્યો હતો. આરોપી યુવતીને અન્ય કોઈ સ્થળે સગાઈ કે લગ્ન પણ કરવા દેતો નહોતો અને તેનું સતત માનસિક તેમજ શારીરિક ઉત્પીડન કરતો હતો. અસહ્ય ત્રાસ અને શોષણથી કંટાળીને એક તબક્કે યુવતીએ જીવન ટૂંકાવવા આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. 7 લાખ પડાવી વતન ભાગી ગયો અને ધમકીઓ આપતાં પોલીસ ફરિયાદ આપઘાતના પ્રયાસ બાદ થયેલા સમાધાન પછી પણ આરોપીની વર્તણૂકમાં કોઈ સુધારો આવ્યો નહોતો. આરોપીએ યુવતી પાસેથી અલગ-અલગ બહાના હેઠળ ટુકડે-ટુકડે 7 લાખ રોકડા મેળવી લીધા હતા અને ત્યારબાદ અચાનક પોતાના વતન જૂનાગઢ નાસી ગયો હતો. વતન ગયા પછી આરોપી યુવતીના ફોન પર તેને અને તેના પરિવારને સમાજમાં બદનામ કરવાની ગંભીર ધમકીઓ આપવા લાગ્યો હતો. છેવટે આરોપીના માનસિક ત્રાસ સામે હિંમત દાખવીને યુવતીએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપી સતિષગીરી ગોસ્વામીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan