Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ગાંધીનગર CID ક્રાઇમના નકલી PIનો સુરતના બિલ્ડરને ધમકીભર્યો કોલ:'સમાધાન નહીં કરો તો કેસ કરી દઈશ', કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 12, 2026 👁 6 views
ગાંધીનગર CID ક્રાઇમના નકલી PIનો સુરતના બિલ્ડરને ધમકીભર્યો કોલ:'સમાધાન નહીં કરો તો કેસ કરી દઈશ', કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
સુરતમાં કતારગામ જી.આઈ.ડી.સી. ખાતે રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા ધવલ વાવડીયાને ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઇમના પી.આઈ. તરીકે ઓળખ આપી ધમકી આપનાર બોગસ પોલીસ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપી તરુણ પરમાર નામના શખ્સે પોતે સી.આઈ.ડી. ક્રાઇમ ગાંધીનગરનો પી.આઈ. હોવાની ખોટી ઓળખ આપીને વેપારીને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને નાણાકીય લેતી-દેતીના મામલે સમાધાન કરી લેવા સતત દબાણ કર્યું હતું. સી.આઈ.ડી. ક્રાઇમ ગાંધીનગરથી 'પરમાર સાહેબ' બોલે છે ભોગ બનનાર ધવલ વાવડીયાના ભાઈ અને અમદાવાદના ઉદય ઓડેદરા તથા તેમના પિતા વચ્ચે ડાયમંડ મશીન બનાવવાની ભાગીદારી કંપની ચાલતી હતી. માર્ચ 2026માં કંપનીનું વિસર્જન થયા બાદ બાકી નીકળતી રકમ ન ચુકવાતાં ધવલે સંપર્ક કર્યો હતો. દરમિયાન ગત 5 ઓગસ્ટના રોજ ધવલને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળા શખ્સે પોતે સી.આઈ.ડી. ક્રાઇમ ગાંધીનગરથી 'પરમાર સાહેબ' બોલે છે તેમ કહી સમાધાન કરવા દબાણ કર્યું હતું. શંકા જતાં ધવલે ગાંધીનગર પોલીસ ભવન સી.આઈ.ડી. ક્રાઇમ ઓફિસે રૂબરૂ તપાસ કરતા આ નામના કોઈ પી.આઈ. ત્યાં નોકરી કરતા ન હોવાનું સામે આવ્યું હતું. વેપારીએ નકલી પીઆઇ સામે ફરિયાદ નોંધાવી પોતાની સાથે ખોટી ઓળખ આપી ધમકી આપવાનો પ્રયાસ થયો હોવાની ખાતરી થતાં ફરિયાદી બિલ્ડરે કતારગામ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. કતારગામ પોલીસે નકલી પી.આઈ. તરુણ પરમાર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan