Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગાંધીનગર ઇસનપુર પાસે હિટ એન્ડ રન:ફ્રૂટની લારીવાળા વૃદ્ધને કચડી વાહનચાલક ફરાર, સારવાર દરમિયાન મોત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 31, 2026 👁 2 views
ગાંધીનગર ઇસનપુર પાસે હિટ એન્ડ રન:ફ્રૂટની લારીવાળા વૃદ્ધને કચડી વાહનચાલક ફરાર, સારવાર દરમિયાન મોત
ગાંધીનગર તાલુકાના ઈસનપુર મોટા ગામ નજીક સાણોદા હાઇ-વે રોડ પર ફ્રૂટની લારી લઈને ઊભેલા વયોવૃદ્ધ વેપારીને બેફામ ઝડપે આવેલા અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારતાં ગંભીર ઇજાના કારણે તેમનું કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ જતાં સમગ્ર બનાવ હિટ એન્ડ રન કેસમાં ફેરવાયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે ચિલોડા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ વાહનની ઓળખ મેળવી અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા આરોપી ચાલકની ધરપકડ કરી લીધી છે. રોડ કિનારે લારી પાસે ઊભેલા વૃદ્ધને વાહને જોરદાર ટક્કર મારી પ્રાપ્ત વિગતો મુજબ, સાણોદા રોડ પર સ્મશાનની સામે આવેલા વાઘરીવાસ નજીક સ્થાનિક રહીશ 60 થી વધુ વયના નટવરભાઈ ગાભાભાઈ દંતાણી પોતાની રોજીરોટી મેળવવા માટે ફ્રૂટની લારી લગાવીને ઊભા હતા. તે દરમિયાન એક બેદરકાર વાહનચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને રોડ કિનારે ઊભેલા નટવરભાઈને અડફેટે લઈ જોરદાર ટક્કર મારી દીધી હતી. ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન વૃદ્ધે દમ તોડ્યો વાહનની જોરદાર ટક્કર વાગતાં જ નટવરભાઈ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઇજાઓ થઈ હતી. બનાવને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબો દ્વારા સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોવાના કારણે સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું. CCTV ફૂટેજના આધારે મણિનગરના 51 વર્ષીય ચાલકની ધરપકડ અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને વાહનચાલક ઘટનાસ્થળેથી વાહન ભગાવીને નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્ર વિજય નટવરભાઈ દંતાણીએ ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચિલોડા પીઆઈ એસ. જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ. વી. ભરવાડ અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ વાહનચાલક અમદાવાદના મણિનગર ખાતે રહેતા 51 વર્ષીય દિવ્યેશ સુધીરભાઈ મહેતાને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan