Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ગાંધીનગર મનપા ચૂંટણીમાં મિશન Gen-Z:રાજકીય પક્ષો પરંપરાગત નેતાઓના સ્થાને ઉચ્ચ શિક્ષિત અને ટેક-સેવી યુવા ચહેરાઓ પર દાવ ખેલવા આતુર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 23, 2026 👁 1 views
ગાંધીનગર મનપા ચૂંટણીમાં મિશન Gen-Z:રાજકીય પક્ષો પરંપરાગત નેતાઓના સ્થાને ઉચ્ચ શિક્ષિત અને ટેક-સેવી યુવા ચહેરાઓ પર દાવ ખેલવા આતુર
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય રાજકીય પક્ષોના સંગઠનમાં એક મોટો પેઢીગત બદલાવ જોવા મળી રહ્યો છે. નવી પેઢીના મતદારોને આકર્ષવા અને મનપાના વહીવટમાં નવો ઉત્સાહ ઉમેરવા માટે તમામ પક્ષો 'Gen-Z' એટલે કે ઉચ્ચ શિક્ષિત અને ટેક-સેવી યુવા ચહેરાઓ પર મોટો દાવ ખેલવાની તૈયારી કરી રહ્યા છે. આ વખતે ચૂંટણી સંગઠનથી લઈને ઉમેદવારોની પસંદગી સુધીના તમામ સમીકરણોમાં યુવા દાવેદારોનો દબદબો વર્તાઈ રહ્યો છે. પરંપરાગત નેતાઓના સ્થાને ડિજિટલ યુગના યુવાનોને તક રાજ્યના પાટનગર ગાંધીનગરના સ્થાનિક રાજકારણમાં વર્ષોથી વર્ચસ્વ ધરાવતા 50 થી 55 વર્ષથી વધુ વયના પરંપરાગત નેતાઓના સ્થાને સોશિયલ મીડિયા પર સક્રિય અને ડિજિટલ યુગના યુવાનોને ટિકિટ આપવા માટે પક્ષોએ વિશેષ રણનીતિ ઘડી છે. ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન ગાંધીનગરના 11 વોર્ડની 44 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા 750થી વધુ જેટલા દાવેદારોમાંથી 100થી વધુ Gen-Z ચહેરાઓએ પોતાના બાયોડેટા જમા કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવા દાવેદારોમાં માત્ર પાર્ટી કાર્યકર્તાઓ જ નહીં પરંતુ ડોક્ટર્સ, વકીલો અને પ્રોફેસર્સ જેવા ઉચ્ચ શિક્ષિત અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ ધરાવતા યુવાનોનો મોટો વર્ગ સામેલ છે. જૂના અને યુવા ચહેરાઓના સંતુલનથી જીત મેળવવાની રણનીતિ બીજી તરફ કોંગ્રેસે પણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ભવિષ્યની રાજકીય દિશાને ધ્યાનમાં રાખીને નવું માળખું તૈયાર કર્યું છે. કોંગ્રેસ અમુક જૂના ચહેરાઓની સાથે નવા લોહીને તક આપીને મહાનગરપાલિકાના પરિણામો પોતાના પક્ષમાં લાવવા માટે યુવા સંગઠનને આગળ કરી રહી છે. બંને મુખ્ય પક્ષો આ યુવા શક્તિના જોરે 'મિશન Gen-Z' સફળ બનાવવા માટે તમામ તાકાત લગાવી રહ્યા છે. 26 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ગાંધીનગર મનપાના તમામ 11 વોર્ડની ચૂંટણી માટે પ્રક્રિયા વેગવંતી બની છે, જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ 11 ઓક્ટોબરે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાશે અને ત્યારબાદ 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે રાજકીય પક્ષોનો આ યુવા દાવ કેટલો સફળ નીવડે છે અને ગાંધીનગરની જનતા નવી પેઢીના હાથમાં મનપાની ધુરા સોંપે છે કે કેમ.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan