Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગાંધીનગરમાં 24 વર્ષીય પરિણીતાનો આપઘાત:પતિના રીલ્સ બનાવવાના વિવાદ વચ્ચે પત્નીએ જીવન ટૂંકાવ્યું, બે દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 1 views
ગાંધીનગરમાં 24 વર્ષીય પરિણીતાનો આપઘાત:પતિના રીલ્સ બનાવવાના વિવાદ વચ્ચે પત્નીએ જીવન ટૂંકાવ્યું, બે દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી
ગાંધીનગરના સેક્ટર-24ના ઇન્દિરાનગરમાં 24 વર્ષીય પરિણીતાએ ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો છે. પતિના સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાના શોખ બાબતે ચાલતા વિવાદ વચ્ચે પત્નીએ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સેક્ટર 21 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મથામણ શરૂ કરી છે. મુસ્કાનના સાત વર્ષ અગાઉ લગ્ન થયા હતા મૂળ કોલવડાના અને હાલ ઈન્દિરાનગર વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતા મુસ્કાન ભીલના સાત વર્ષ પહેલાં સંજય ભીલ સાથે લગ્ન થયા હતા. તેમને સંતાનમાં ત્રણ વર્ષ અને છ મહિનાની બે માસૂમ દીકરીઓ છે. મૃતકનો પતિ સંજય છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પંખા સાથે લટકતો મુસ્કાનનો મૃતદેહ મળ્યો ગઈકાલે ઢળતી સાંજે પાડોશી દ્વારા સંજયને ફોન કરી પત્નીનો પગ ભાંગી ગયાનું કહી તાત્કાલિક ઘરે બોલાવ્યો હતો. સંજય ઘરે પહોંચ્યો, ત્યારે મુસ્કાનનો પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આપઘાતના કારણ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નહીં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, દંપતીના દાંપત્યજીવનમાં શંકા-કુશંકાને લઈ અવારનવાર મતભેદો રહેતા હતા. ખાસ કરીને સંજયને સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાનો શોખ હતો અને મુસ્કાન આ બાબતે તેને રોકટોક કરીને મનાઈ કરતી હતી. જોકે, સામાન્ય બાબત જ આપઘાતનું કારણ છે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. બે બાળકીઓએ માતાની છત્રછાયા ગુમાવી પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતકના પરિવારજનો તેમજ આસપાસના પડોશીઓની પૂછપરછ કરી નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. નાની વયની બે દીકરીઓએ અચાનક જ માતાની મમતા અને છત્રછાયા ગુમાવી દેતા પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan