Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

ગાંધીનગરને આવતીકાલે નવા મેયર મળશે:OBC ચહેરા પર પસંદગીનો કળશ ઢોળાય તેવી પ્રબળ શક્યતા, સ્ટેન્ડિંગ પદ માટે પાટીદાર સમાજ અગ્રેસર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 2, 2026 👁 2 views
ગાંધીનગરને આવતીકાલે નવા મેયર મળશે:OBC ચહેરા પર પસંદગીનો કળશ ઢોળાય તેવી પ્રબળ શક્યતા, સ્ટેન્ડિંગ પદ માટે પાટીદાર સમાજ અગ્રેસર
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ નાગરિક એટલે કે મેયર કોણ બનશે તે અંગેની રાજકીય ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે. પરિણામો જાહેર થયાના ત્રણ સપ્તાહ બાદ આવતીકાલે યોજાનારી પ્રથમ સામાન્ય સભા પૂર્વે કમલમ અને રાજકીય વર્તુળોમાં ઉમેદવારોની પસંદગીને લઈને ગંભીર મંથન ચાલી રહ્યું છે. પક્ષના મેન્ડેટ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીના સમીકરણોને ધ્યાન રાખીને ભાજપ હાઈકમાન્ડ મોટો સામાજિક દાવ ખેલે તેવી શક્યતા છે. ઠાકોર અને ચૌધરી સમાજના કાઉન્સિલરોનું પલડું ભારે આ વખતે મેયર પદ ઓબીસી વર્ગ માટે અનામત હોવાથી ઠાકોર અને ચૌધરી સમાજના કાઉન્સિલરોનું પલડું ભારે જણાઈ રહ્યું છે. ભાજપમાં વિજેતા ઉમેદવારોમાંથી વિષ્ણુજી ઠાકોર જેવા અનુભવી અને રૂપસિંહ ઠાકોર જેવા યુવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. બીજી તરફ વિપક્ષ તરીકે કોંગ્રેસના કમબેકને જોતાં ગૃહમાં મજબૂત રાજકીય પકડ અને અનુભવ ધરાવતા મહેશકુમાર ચૌધરી અથવા કનૈયાલાલ દેસાઈના નામ પર પણ ગંભીરતાથી વિચારણા થઈ રહી છે. ધર્મેન્દ્રકુમાર નાયીને મેયર બનાવે તેવી ચર્ચા બીજી તરફ પક્ષ તરફથી સામાન્ય કાર્યકર કે નવોદિત ચહેરાને મોટું પદ આપીને ચોંકાવનારો નિર્ણય લેવાની ભાજપની જૂની પરંપરા રહી છે. આ વ્યૂહરચના હેઠળ વોર્ડ-10ના સામાન્ય વેપારી ધર્મેન્દ્રકુમાર નાયીને મેયર પદની જવાબદારી સોંપીને સામાન્ય મતદારો વચ્ચે સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ પણ થઈ શકે છે. 38માંથી 8 કાઉન્સિલરો પાટીદાર સમાજના જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી મહત્ત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પાટીદાર સમાજનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. ભાજપમાંથી વિજેતા બનેલા 38માંથી 8 કાઉન્સિલરો પાટીદાર સમાજના હોવાથી અને ગાંધીનગરમાં ઉત્તર તથા દક્ષિણ વિધાનસભા વચ્ચે રાજકીય સંતુલન સાધવા માટે આ પદ પાટીદાર ચહેરાને સોંપવાનું લગભગ નક્કી માનવામાં આવે છે. હવે તમામની નજર આવતીકાલે યોજાનારી સામાન્ય સભા પર ટકેલી છે. જ્યાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મહત્ત્વના હોદ્દાઓ પરથી સસ્પેન્સનો પડદો ઊંચકાશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan