Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Gandhinagarના માણસાના વરસોડા ગામે ફાયરિંગ કેસ મામલે 10 આરોપીઓની ધરપકડથી સનસનાટી

📰 Sandesh 🕐 1 min read 📅 October 29, 2026 👁 1 views
Gandhinagarના માણસાના વરસોડા ગામે ફાયરિંગ કેસ મામલે 10 આરોપીઓની ધરપકડથી સનસનાટી
ગાંધીનગરના માણસાના વરસોડા ગામે નવરાત્રિ દરમિયાન ડીજેના અવાજ મુદ્દે શરૂ થયેલા સામાન્ય વિવાદે ગંભીર વળાંક લીધો હતો. ગત 18 તારીખે ફરિયાદી અરવિંદ ચાવડા અને આરોપી દિગ્વિજય ચાવડા વચ્ચે ડીજે સાઉન્ડ બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બાબત મનમાં રાખીને દિગ્વિજયસિંહ અને અન્ય 7 શખ્સો હથિયારો સાથે સજ્જ થઈને ખૂની હુમલો કરવા પહોંચ્યા હતા. આ ઝઘડા અને હુમલા દરમિયાન આરોપીએ ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી વાગવાથી એક નિર્દોષ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાની ગંભીરતા એટલી હદે હતી કે યુવકનો પગ કાપવાની પણ કરુણ ફરજ પડી હતી. હાલ ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસની પાંચ ટીમો દ્વારા તાત્કાલિક કાર્યવાહી અને 10 આરોપીઓની ધરપકડ આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ભોગ બનનાર યુવકની ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ પાંચ જેટલી ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા કુલ 10 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં આ 10 શખ્સોનો સમાવેશ થાય છે. જયદીપસિંહ રમણસિંહ ચાવડા (રહે. બે માઢ, વરસોડા), આદર્શસિંહ ઉર્ફે આદિરાજ ઘનશ્યામસિંહ ચાવડા (રહે. બે માઢ, વરસોડા), રાહુલસિંહ જીવણસિંહ ચાવડા (રહે. બે માઢ, વરસોડા), નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ નિકુસિંહ રાઠોડ (રહે. જુના સંઘપુર, વિજાપુર), ભાવીકસિંહ મુકેશસિંહ વાઘેલા (રહે. વાસણ, ગાંધીનગર), શક્તિરાજસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા (રહે. રાંધેજા, ગાંધીનગર), ધર્મરાજસિંહ ગણપતસિંહ વાઘેલા (રહે. વાસણ, ગાંધીનગર), પુરમસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ (રહે. લોદરા, માણસા), તરૂણભાઇ મુકેશભાઇ રાવળ (રહે. લોદરા, માણસા), પ્રકાશ મુકેશભાઇ વણઝારા (રહે. અરજણપુરા, માણસા) કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા આગળની તપાસ ઘટનાને પગલે વરસોડા અને આસપાસના પંથકમાં ભારે ચર્ચા અને રોષ ફેલાઈ ગયો છે. પોલીસ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે તેમજ આ ગુનામાં વપરાયેલા હથિયારો અને અન્ય સંડોવાયેલા શખ્સો અંગે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. ડીજે જેવા નજીવા પ્રશ્ને થયેલી આ હિંસક ઘટનાએ સહનશીલતા અને કાયદાના પાલન સામે સવાલો ઊભા કર્યા છે, ત્યારે પોલીસે પણ ગુનેગારો સામે દાખલારૂપ કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan