top
Gandhinagar: ગૃહ વિભાગે નાણાકીય સત્તાઓનું કર્યું વિકેન્દ્રીકરણ; SP અને રેન્જ IG રૂ. 2 કરોડ સુધીની ખરીદી કરી શકશે
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રની કામગીરી વધુ ઝડપી, પારદર્શી અને કાર્યક્ષમ બને તે દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ વિભાગમાં વાહનો, ટેકનિકલ સાધનો, ઓફિસ સરસામાન કે અન્ય આવશ્યક સુવિધાઓની ખરીદી માટે થતા વિલંબને નિવારવા માટે ગૃહ વિભાગે નાણાકીય સત્તાઓનું મોટું વિકેન્દ્રીકરણ કર્યું છે. ગુજરાત પોલીસ વિભાગમાં મોટો પ્રશાસનિક સુધારો નવા આદેશ મુજબ, હવે જિલ્લા પોલીસ વડા (SP) અને રેન્જ ઇન્સ્પેક્ટર જનરલ (Range IG) કક્ષાના અધિકારીઓને રૂ. 2 કરોડની મર્યાદા સુધીની ખરીદી કરવાની અને નાણાકીય નિર્ણયો લેવાની સીધી સત્તા સોંપવામાં આવી છે. આ નિર્ણયથી પ્રાદેશિક અને જિલ્લા સ્તરે પોલીસ તંત્રની કામગીરી વધુ ઝડપી બનશે.અત્યાર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓ કે રેન્જમાં જરૂરિયાત મુજબની ખરીદી કે નાણાકીય મંજૂરીઓ મેળવવા માટે ફાઇલો રાજ્યના પોલીસ વડા (DGP) સુધી મોકલવી પડતી હતી. DGP હસ્તકની સત્તાઓ રેન્જ IGને મળી આ પ્રક્રિયાના કારણે ફાઇલોની મંજૂરીમાં લાંબો સમય વિતતો હતો અને સ્થાનિક કક્ષાએ ખરીદી અટકી જતી હતી.હવે DGP હસ્તકની નાણાકીય મંજૂરી આપવાની ચોક્કસ સત્તાઓ રેન્જ IGને સોંપી દેવામાં આવતાં સ્થાનિક સ્તરે જ નિર્ણયો લઈ શકાશે. રૂ. 2 કરોડની મર્યાદામાં જરૂરી સાધન-સામગ્રીની સ્થાનિક સ્તરે ખરીદી થવાથી પોલીસ વિભાગની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ સજ્જતામાં મોટો સુધારો જોવા મળશે. આ પણ વાંચો: Ahmedabad: ગોતા સિલ્વર ઓક કોલેજ પાસે ક્રેનની ટક્કરે વિદ્યાર્થીનીનું મોત; ભાગતા ક્રેન ડ્રાઇવરને લોકોએ પકડ્યો
Read full article on Sandesh