Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Gandhinagar News: ગુજરાત ATSએ દાઉદના સાગરીત અને આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાની કસ્ટડી મેળવી

📰 Sandesh 🕐 1 min read 📅 November 3, 2026 👁 1 views
Gandhinagar News: ગુજરાત ATSએ દાઉદના સાગરીત અને આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાની કસ્ટડી મેળવી
ગુજરાત ATS દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.એટીએસના વર્ષ 2022ના બહુચર્ચિત કેસમાં વોન્ટેડ આરોપી સલીમ ડોલાની વિધિવત કસ્ટડી મેળવી લેવામાં આવી છે.વડોદરાના સિંધરોટ ખાતેથી ઝડપાયેલી એમડી ડ્રગ્સ ફેક્ટરીમાંથી 87.728 કિલોગ્રામ જેટલું મોટું MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.જે ગેરકાયદેસર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર સલીમ ડોલા હતો અને તેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી હતી.આ આરોપીની અટકાયત અને કસ્ટડીથી આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના અનેક મોટા ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે. આરોપી સલીમ ડોલા કોણ છે? ડ્રગ્સ તસ્કરીની દુનિયામાં કુખ્યાત નામ ધરાવતો સલીમ ડોલા સામાન્ય ગુના આચર્યા બાદ નશાના કારોબારમાં આગળ વધીને ડ્રગ માફિયા બન્યો હતો.તેના દાઉદના મહત્ત્વના સભ્ય છોટા શકીલ સાથે પણ સંબંધો હોવાનું સામે આવ્યું છે. શકીલની મદદથી સલીમ મુંબઈમાં ગાંજો સપ્લાય કરતો હતો. ત્યાર બાદ તેણે મોટા પાયે ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી હતી. મુંબઈ બ્લાસ્ટ બાદ શકીલ અને સલીમ દેશ છોડીને ફરાર થઈ ગયા હતાં. સલીમ ભારતમાં ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક સંભાળતો હતો. 2012માં તેની ધરપકડ કરી લેવાઈ હતી. ત્યાર બાદ તેને જામીન પણ મળ્યા હતાં. મુંબઈ પોલીસે 2018માં તેની ધરપકડ કરી હતી. ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટીસ ઈશ્યુ કરાઈ હતી આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ડોલાનો ભૂતકાળ 1998માં મુંબઈ એરપોર્ટ પરથી 40 કિલો મેન્ડ્રેક્સ તથા 2012માં 80 કિલો ગાંજા સાથે પકડાવાના કેસોથી શરૂ થયો હતો.ડિસેમ્બર 2018માં ફેન્ટાનિલના 100 કિલો પ્રિકર્સર કેમિકલ કેસમાં ધરપકડ બાદ જામીન મેળવીને તે વિદેશ ભાગી ગયો હતો.જ્યાંથી તે 2024ના સાંગલી MD ડ્રગ્સ કેસ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતો હોવાથી માર્ચ 2024માં તેની સામે ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી હતી.NCBના ઓપરેશન ગ્લોબલ હંટ હેઠળ તેની અટકાયત કરી 28 એપ્રિલ 2026ના રોજ તુર્કીમાંથી ભારત લાવવામાં આવ્યો હતો.જ્યાં ગુજરાત ATS અને ગૃહ મંત્રાલયની તપાસ સાથે જૂન 2026માં EDએ સુરત,અંકલેશ્વર અને રાજકોટ ખાતે દરોડા પાડી તેના મની લોન્ડરિંગ સિન્ડિકેટમાંથી ₹1.33 કરોડની રોકડ, વિદેશી ચલણ, સોનું અને બેંક એકાઉન્ટ્સ જપ્ત તથા ફ્રીઝ કર્યા હતા.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan