Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

Gandhinagar News : ગુજરાતમાં રોકાણ લાવવા CMનો મેગા પ્લાન, US-કેનેડામાં ઉદ્યોગકારો અને સરકારો સાથે બેઠક કરશે

📰 Sandesh 🕐 1 min read 📅 August 15, 2026 👁 6 views
Gandhinagar News : ગુજરાતમાં રોકાણ લાવવા CMનો મેગા પ્લાન, US-કેનેડામાં ઉદ્યોગકારો અને સરકારો સાથે બેઠક કરશે
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે 4.40 કલાકે અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના થશે. વર્ષ 2002 પછી અમેરિકાની મુલાકાતે જનારા તેઓ ગુજરાતના પ્રથમ CM બનશે. CM પટેલ અમદાવાદથી દુબઈ થઈને અમેરિકાના કેલિફોર્નિયા પહોંચશે. તેમની સાથે રાજ્યના ઉચ્ચ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ પણ આ આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં જોડાયું છે, જે 17 થી 24 ઓગસ્ટ દરમિયાન વિદેશી જમીન પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. વાયબ્રન્ટ ગુજરાત 2027 માટે યોજાશે ભવ્ય રોડશો આ આંતરરાષ્ટ્રીય પ્રવાસનો મુખ્ય હેતુ 'વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027' માટે વિદેશી રોકાણકારોને આકર્ષવાનો છે. અમેરિકા અને કેનેડાના વિવિધ શહેરોમાં વાયબ્રન્ટ ગુજરાતના રોડશોનું આયોજન કરવામાં આવશે. CM પોતાના પ્રવાસ દરમિયાન વેપાર, ઉદ્યોગ અને ગૃહ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સ્થાનિક સરકારોના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજશે અને તેમને વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવશે. સપ્ટેમ્બરમાં Dy.CM હર્ષ સંઘવી જશે જાપાન અને યુરોપ ગુજરાતમાં વૈશ્વિક રોકાણ લાવવાના આ વ્યાપક અભિયાન હેઠળ માત્ર CM જ નહીં, પરંતુ રાજ્યનું પ્રધાનમંડળ પણ સક્રિય બન્યું છે. CMના પ્રવાસ બાદ આગામી સપ્ટેમ્બર મહિનામાં નાયબ CM હર્ષ સંઘવી પણ જાપાન અને યુરોપના દેશોના પ્રવાસે જવાના છે. રાજ્ય સરકારના આ આક્રમક ગ્લોબલ આઉટરીચથી ગુજરાતમાં મોટા પાયે આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ પણ વાંચો : Amreliમાં વન વિભાગના ટ્રેકર પર સિંહણનો હુમલો, ચાંદગઢ સીમ વિસ્તારમાં બની ચોંકાવનારી ઘટના
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan