Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Gandhinagar News : દહેગામમાં ધોળા દિવસે અપહરણ! સોસાયટીમાંથી સાયકલ લઈને નીકળતા જ યુવકને ઉપાડી ગયા

📰 Sandesh 🕐 1 min read 📅 August 15, 2026 👁 4 views
Gandhinagar News : દહેગામમાં ધોળા દિવસે અપહરણ! સોસાયટીમાંથી સાયકલ લઈને નીકળતા જ યુવકને ઉપાડી ગયા
દહેગામ શહેરમાં ધોળા દિવસે અપહરણની એક ચોંકાવનારી ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર, દહેગામની પંકજ સોસાયટીમાંથી એક યુવક પોતાની સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક આવેલી એક અલ્ટો કારમાં સવાર અજાણ્યા શખ્સોએ યુવકને જબરદસ્તીથી કારમાં બેસાડી દીધો હતો અને ત્યાંથી પુરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. સ્થળ પરથી સાયકલ મળી આવી ઘટના બન્યા બાદ યુવકની સાયકલ બિનવારસી હાલતમાં રસ્તા પર પડી રહેલી જોવા મળી હતી. આ સમગ્ર સનસનાટીભરી ઘટના ત્યાં હાજર એક સ્થાનિક મહિલાએ પોતાની નજરે જોઈ હતી. મહિલાએ બૂમાબૂમ કરી આસપાસના લોકોને એકઠા કર્યા હતા અને બનાવ અંગે જાણ કરી હતી, જેના પગલે આ આખું મામલો પ્રકાશમાં આવ્યો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી યુવકની સાયકલ કબ્જે કરી છે અને ચશ્મદીદ મહિલાનું નિવેદન નોંધ્યું છે. આ સિવાય સોસાયટી તેમજ આસપાસના મુખ્ય માર્ગો પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અલ્ટો કારનો નંબર અને અપહરણકર્તાઓ કઈ દિશામાં ભાગ્યા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Gandhinagarના પોર ગામમાં પોલીસનો દરોડો, ખેતરમાં ઓરડી ભાડે રાખી રમાતો શ્રાવણીયો જુગાર પકડાયો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan