crime
Gandhinagar સચિવાલયના બ્લોક નંબર 9માં આગથી અફરાતફરી: બેઝમેન્ટમાંથી ધુમાડાના ગોટા નીકળતાં દોડધામ
રાજ્યના વડા મથક ગણાતા ગાંધીનગર સચિવાલય પરિસરમાંથી આગ લાગવાની એક અચાનક ઘટના સામે આવી છે. સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. બેઝમેન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને ત્યાં હાજર કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષાકર્મીઓ દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની 4 ગાડીઓ સ્થળ પર રવાના આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા તાબડતોબ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વાયરિંગ અથવા ઈલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી ફાયર વિભાગની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી, જેના કારણે સચિવાલય વહીવટી તંત્ર અને કર્મચારીઓએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. બેઝમેન્ટમાં રહેલા વાયરિંગ કે અન્ય સરકારી સામગ્રીને કેટલું નુકસાન થયું છે તે અંગે પોલીસે અને ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh