Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Gandhinagr: વડનગર-વારાણસી યાત્રામાં ગાડીઓ છોડી બાઇક પર સવાર થયા નેતાઓ, 2027ની તૈયારીઓ અને જમીન ખૂંદતા નેતાઓ

📰 Sandesh 🕐 1 min read 📅 September 18, 2026 👁 1 views
Gandhinagr: વડનગર-વારાણસી યાત્રામાં ગાડીઓ છોડી બાઇક પર સવાર થયા નેતાઓ, 2027ની તૈયારીઓ અને જમીન ખૂંદતા નેતાઓ
ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં ભાજપ શાસન અને સંગઠને જમીની સ્તરે તૈયારીઓ તેજ કરી દીધી છે. વડનગરથી વારાણસી તરફ જઈ રહેલી મહત્વપૂર્ણ યાત્રા દરમિયાન એક અનોખો રાજકીય નજારો જોવા મળ્યો હતો, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ પોતાની વૈભવી ગાડીઓ છોડીને બાઇક પર સવાર થઈ ગયા હતા. 2027 માટે ભાજપનો મોટો માસ્ટરસ્ટ્રોક વડનગર-વારાણસી યાત્રા દરમિયાન અલગ-અલગ સ્થળોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે બાઇક ચલાવીને હાથ અજમાવ્યો હતો, તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બાઇક પર સવાર થઈને આગળ વધતા નજરે પડ્યા હતા. શીર્ષ નેતૃત્વને આ રીતે સામાન્ય લોકોની વચ્ચે બાઇક પર જોઈને સ્થાનિક કાર્યકરો અને જનતામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણીના વર્ષ પહેલાં જ ભાજપના તમામ શીર્ષ નેતાઓ સીધા લોકોની વચ્ચે જઈને જમીન ખૂંદતા નજરે પડી રહ્યા છે. ગાડીઓ છોડી બાઇક પર સવાર થયા નેતાઓ! રાજકીય પંડિતોના મતે, વડનગરથી વારાણસી સુધીની આ યાત્રા માત્ર એક સામાજિક કે સેવાકીય કાર્યક્રમ પૂરતી મર્યાદિત નથી. વડનગર (વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ) થી વારાણસી (વડાપ્રધાનનો સંસદીય મતવિસ્તાર) ને જોડતી આ યાત્રા પાછળ ભાજપની ઊંડી રાજકીય વ્યૂહરચના છુપાયેલી છે.આ યાત્રા અને બાઇક રેલીના માધ્યમથી ભાજપ 2027ની ચૂંટણીઓ માટે અત્યારથી જ ગ્રાઉન્ડ લેવલ પર વાતાવરણ તૈયાર કરી રહ્યું છે. જનતા સાથે સીધો અને સરળ સંવાદ સાધીને પાર્ટીએ વિપક્ષો સામે એક મજબૂત રાજકીય માસ્ટરસ્ટ્રોક ફેંક્યો છે. આ પણ વાંચો: Rajkot: કેવડાવાડી વિસ્તારમાંથી 500 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, શુદ્ધતાના નામે ચાલતો હતો કાળો કારોબાર
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan