Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગડકરીની વાત એક, મતલબ પાંચ!:મોદીને નિવૃત થવાનો કર્યો ઈશારો? સંઘની છૂપી ચાલ કે મંત્રી પદનું વેન? સમજો લોકસભા રણશિંગુ ફૂકાવાના એંધાણ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 26, 2026 👁 3 views
ગડકરીની વાત એક, મતલબ પાંચ!:મોદીને નિવૃત થવાનો કર્યો ઈશારો? સંઘની છૂપી ચાલ કે મંત્રી પદનું વેન? સમજો લોકસભા રણશિંગુ ફૂકાવાના એંધાણ
"હું પાછલા 30 વર્ષોથી સાર્વજનિક જીવનમાં સક્રિય છું. પણ હવે વધારે કામ નથી કરી શકતો. નવી પેઢીને મોકો આપવો જોઈએ..." આ શબ્દો છે કેન્દ્રીય મંત્રી અને RSSના ખાસ માણસ નીતિન ગડકરીના. તેમણે આ વાત કરી અને ધડાકો થઈ ગયો. લોકો આ વાતને મોદીની રિટાયરમેન્ટ તરીકે જોવા લાગ્યા કે સંઘે મોદીને હવે ઈન્ડાયરેક્ટ મેસેજ આપી દીધો છે. લોકો આ વાતના કેટલા મતલબો કાઢી રહ્યા છે અને નિવેદનના પડદા પાછળની અસલી હકિકત શું છે? શું આ તેમનો પોતાનો વિચાર છે કે પછી દિલ્લીના તખ્તા પર રમાઈ રહેલી કોઈ મોટી ગેમ પહેલાનો ઈશારો? ચાલો તેના વિશે વિગતે વાત કરીએ... નમસ્કાર... રાજકારણમાં, ખાસ તો દિલ્હીના પાવર કોરિડોરમાં કોઈ નેતા અમસ્તો શ્વાસ પણ નથી લેતો. અને જ્યારે વાત નીતિન ગડકરી જેવા કદ્દાવર અને સંઘના એકદમ નજીકના ગણાતા નેતાની હોય ત્યારે તેમના એકએક શબ્દોનું વજન આપોઆપ વધી જાય છે. વાત કંઈક એવી છે કે ગયા રવિવારે નાગપુરમાં લક્ષ્મણરાવ માનકર ટ્રસ્ટના એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. જેના કારણે રાજકીય ગલિયારોમાં એક મોટો ભૂકંપ આવી ગયો છે. પણ તેમણે એક્ઝેક્ટ શું હતું પહેલા આપણે તે જાણી લઈએ... જેવો આ હોબાળો શરૂ થયો તો, ગડકરીની ઓફિસે તાત્કાલિક ખુલાસો આપ્યો. જેમાં કહેવાયું કે, શું ખરેખર આવું જ છે? જેવી આ વાતો ચગવા લાગી, રાજકીય સમીક્ષકો તેને પચાવી ન શક્યા. કારણ કે નિવેદનનું ટાઈમિંગ બહુ મહત્વનું છે. હાલ લોકસભામાં ભાજપ ભલે જીતી પણ સીટ પહેલા કરતાં ઘણી ઘટી છે. સંઘ અને ભાજપ વચ્ચે છૂપો અણગમો છે તેવો માહોલ હોવાની પણ અફવા ઉડી રહી છે. અને સૌથી મોટી વાત... મોદી પોતે 75 વર્ષની ઊંમર પાર કરી ચૂક્યા છે. ટૂંકમાં મુદ્દો હવે એ નથી રહ્યો કે ગડકરી નિવૃત થાય કે નહીં. અસલી મુદ્દો એ છે કે આ એક નિવેદન ભાજપની અંદર ચાલી રહેલા સસ્તાના હસ્તાંતરણની લડાઈને ખુલ્લી પાડી દીધી છે. પણ દિલ્લીમાં રંધાઈ રહેલી ખીચડીના તાર છેક નાગપુરના સંઘ મુખ્યાલય સાથે જોડાયેલા છે. આખી ગેમ સમજવા થોડા ફ્લેશબેકમાં જઈએ અને હજુ આ ગેમ અને ગડગરીના નિવેદનને ગંભીરતાથી સમજવા માટે આપણે 2014ના ફ્લેશબેકમાં જવું પડશે. જ્યારે દિલ્લીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના યુગની શરૂઆત થઈ, ત્યારે ભાજપની અંદર એક નવો અલિખિત નિયમ બનાવવામાં આવ્યો.... 75 વર્ષની ઉંમરે નિવૃતી. ટૂંકમાં જે આ ઉંમરને પાર કરી ચૂક્યા છે, તેમણે સક્રિય રાજકારણ અને મંત્રી પદ છોડી દેવાના રહેશે. 75 વર્ષે નિવૃતિના નિયમે સૌથી વધુ કોને નડ્યો? શરૂઆતમાં આ નિયમને ખૂબજ કડક રીતે અમલ કરવામાં આવ્યો કારણ કે મોટા નેતાઓને સાઈડલાઈનમાં મૂકવાના હતા. પાર્ટીના સર્વોચ્ચ નેતા ગણાતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજોને માર્ગદર્શક મંડળ નામની એક નવી જ સિસ્ટમ બનાવીને તેમાં બેસાડી દેવામાં આવ્યા. 2019નો સમયગાળો આવ્યો ત્યાં સુધીમાં તો લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજનની ઉંમરના કારણે ટિકિટ કપાઈ ગઈ. યશવંત સિંહા જેવા દિગ્ગજ નેતાઓએ તો ધીમે ધીમે સાઈડલાઈન થઈ જવાથી કંટાળીને પાર્ટી જ છોડી દીધી. આ બધા જ નેતાઓ પેલા 75 વર્ષના અલિખિત નિયમનો ભયાનક ભોગ બન્યા હતા. જ્યારે ગુજરાતમાં મહિલા મુખ્યમંત્રીને ભારે પડ્યો નિયમ પણ આ નિયમનો સૌથી મોટો અને વિવાદાસ્પદ શિકાર કોણ બન્યું હતું ખબર છે? આપણું ગુજરાત... વાત છે ઓગસ્ટ 2016ની. ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અચાનક ફેસબૂક પર એક પોસ્ટ કરીને રાજીનામું આપી દે છે. કારણ શું આપ્યું હતું? તેમણે કહ્યું કે નવેમ્બરમાં તે 75 વર્ષના થવાના છે, એટલે નવા નેતૃત્વને પૂરતો સમય મળી રહે એટલે તે મુખ્યમંત્રીની ખુરશી છોડી રહ્યા છે. જો કે પોલિટિક્સનું પંચનામું કરીએ તો જૂના ડેટા તો કંઈક બીજુ જ ચિત્ર દેખાડે છે. નિયમ રૂપાળું બહાનું, અસલી કારણ તો બીજું કારણ કે ઉંમર તો માત્ર એક રૂપાળું બહાનું હતું. હકિકત એ હતી કે તે તેમના સમયમાં ગુજરાતમાં બે મોટા ભૂકંપ આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન અને ઊના દલિત અત્યાચાર કાંડ. 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપને ગામડાઓમાં મોટો ફટકો પડ્યો હતો. આ બધાની ઉપર ભાજપના એક દિગ્ગજ નેતા સાથે આનંદીબેનનો આંતરિક ટકરાવ કે સંઘર્ષ ચરમસીમા પર હતો. એટલે 75 વર્ષના નિયમનું દબાણ બનાવીને તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. હવે જરા વિચારો જે રાજકીય શસ્ત્રનો ઉપયોગ કરીને અડવાણીથી લઈને આનંદીબેન પટેલ સુધીના દિગ્ગજોની વિકેટ ખેડવી નાખવામાં આવે એ જ શસ્ત્ર અત્યારે ફરી ચર્ચાનું કેન્દ્ર બનીને ઊભો થયો છે. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે 75 વર્ષનો અલિખિત નિવૃતિનો નિયમ પાર કરી ચૂક્યા છે. એક્સપર્ટસ એવો ગણગણાટ કરી રહ્યા છે કે ગડકરીએ નવી જનરેશનને કાંમ સોંપવું જોઈએ એવું કહીને આ શસ્ત્ર પર લાગેલો કાટ ખંખેરી રહ્યા છે. જ્યારે લીડરશીપ પોતાના જ નેતાઓથી ડરી આ ખાલી ઉંમરનો જ મુદ્દો નથી, દિલ્લીમાં થયાલા સત્તાના કેન્દ્રીકરણનો પણ છે. પાછલા એક દાયકાનો રેકોર્ડ જુઓ તો મોટું ચિત્ર તમારી આંખ સામે આવશે. ભાજપે પોતાના દમ પર ચૂંટણી જીતાડી શકે એવા રાજ્યોના લોકલ મોટા નેતાઓની આખી સિસ્ટમ જ હલાવી દીધી. રાજસ્થાનમાં વસુંધરા રાજે, મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ અને છત્તીસગઢમાં રમણ સિંહ... એ એવા કદ્દાવર નેતાઓ હતા જે દિલ્લી હાઈકમાન્ડની આંખમાં આંખ નાખીને વાત કરી શકતા હતા અથવા તો મોદી બ્રાન્ડ વગર પોતાના નામે ચૂંટણી જીતવાની ત્રેવડ રાખતા તહતા. પણ ચૂંટણીઓ પછી આ બધા દિગ્ગજોને હટાવીને સાવ નવા અને કેન્દ્રને વફાદાર અને ઓછા જાણિતા નેતાઓને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. ભાજપનો અહમ, સંઘની નારાજગી અને 400 પાર સપનું બન્યું અને હવે આપણે જે વાત કરીશું એ કદાચ બીજે ક્યાંય જોવા કે સાંભળવા પણ નહીં મળે. કારણ કે આ જ છે આખી પોલિટિકલ ગેમનો ક્લાઈમેક્સ. તમને યાદ હોય તો ગઈ લોકસભાની ચૂંટણી ટાણે ભાજપના તત્કાલીન અધ્યક્ષ જેપી નડ્ડા જાહેરમાં બોલ્યા હતા કે, "અમે હવે સક્ષમ છીએ, અમારે RSS ની જરૂર નથી." બસ આ એક લાઈને ભાજપના અહમનો આખો ખેલ બગાડી નાખ્યો. કારણ કે ગઈ ચૂંટણીમાં સંઘના પાયાના કાર્યકરો જે ઘરે ઘરે જઈને લોકોને વોટ આપવા માટે બહાર કાઢે છે એ શાંત બેસી ગયા. જેનું પરિણામ ભયાનક આવ્યું. 400 પારના સપના જોનાર પાર્ટી બહુમતીના આંકડાથી પણ નીચે પટકાઈ ગઈ. આ થયું એટલે ભાજપ સમજ્યું કે ચૂંટાયેલી સરકાર ગમે એટલી શક્તિશાળી હોય પણ અસલી ડ્રાઈવિંગ સીટ પર તો માતૃસંસ્થા RSS જ બેઠી છે. ચૂંટણીના પરિણામો પછી સંઘના સર સંઘચાલક મોહન ભાગવતે કેવા કોયડા ફટકાર્યા હતા તે ફરી યાદ કરો... સંઘે સ્ટીયરિંગ પર કન્ટ્રોલ પાછો મેળવ્યો! જેની અસર શું થઈ? મોદી-શાહની જોડકીએ જેમને ઘરે બેસાડી દીધા હતા કે સાઈડલાઈન કરી દીધા હતા એમને પાછા મેદાને લાવવા પડ્યા. અહીં એવું સમજી શકાય કે સંઘે સ્ટીયરિંગ પરનો કંટ્રોલ પાછો મેળવી લીધો છે! પણ ભાજપની મુશ્કેલી માત્ર આહિંયા પૂરી નથી થઈ જતી. દેશે હમણાં એક નવો જ્વાળામુખી ફાટતા જોયો, જે હતો કોક્રોચ જનતા પાર્ટીનો. તેમણે ભાજપની આઈટી સેલને ઘૂંટણિયા ભેર બેસાડી દીધી. અને તેની તાકાત તો જુઓ... નીટ પેપર લીક અને બેરોજગારી મામલે આ યુવાનોએ એવું મોટું આંદોલન કર્યું કે ખુદ મોદી સમયથી મંત્રી રહેલા ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. ભારતના ઈતિહાસમાં પહેલીવાર ઈન્ટરનેટ પર બનેલી પાર્ટીએ કોઈ કેબિનેટ મંત્રીની ખુરશી છીનવી લીધી. ભાજપે દિમાગી નક્સલી કહ્યાં, સંઘે ગળે લગાવ્યા અને હવે જે એનાલિસિસ કરીશું એ બરોબર ધ્યાનથી સમજજો... એક બાજુ ભાજપના નેતાઓ આ વિરોધ કરનારા યુવાનોને વાયરસ અને દિમાગી નક્સલી કહી રહ્યા હતા તો બીજી બાજુ મોહન ભાગવતે શું કર્યું ખબર? સીધા યુવાનો વચ્ચે જઈને તેમની સાથે સંવાદ કર્યો. આવો જોશ કે તાકાત તો સરકાર પાસે પણ નથી કારણ કે 2014થી એક પત્રકાર પરિષદ પણ નથી થઈ. ભાગવતે ખુલ્લે આમ કહ્યું કે, લોકસભા પહેલાનું રણશિંગુ ફૂંકાયું? અધૂરામાં પૂરું આવતા વર્ષે ગુજરાત, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોની વિધાનસભા ચૂંટણી આવી રહી છે. 2027માં લોકસભા ચૂંટણી પણ આવવાની છે. યુવાનોનો ગુસ્સો ચરમસીમા પર છે અને સંઘ હવે શું કરશે તેના પર સૌની નજર છે. તમે સમય જોજો હોં! બરાબર આ સમયે નીતિન ગડકરીએ નવી પેઢીને સત્તા સોંપવાની અને વડીલોએ માર્ગદર્શન કરવાની વાત કહી છે. શું આ આવનાર લોકસભા માટેનું રણશિંગુ હતું? એ તો આવનાર સમય જ કહેશે. અને છેલ્લે... સંઘના વડા મોહન ભાગવત અત્યારે અમેરિકામાં છે. 75 વર્ષનાં એજ ફેક્ટર અંગે તેમણે ચોખવટ કરી હતી કે, એવો કોઈ નિયમ-બિયમ નથી. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan