top
Geniben Thakor Statement : ગુજરાત કોંગ્રેસના પ્રભારીના પ્રવાસ વચ્ચે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારીના ગુજરાત પ્રવાસ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે પહેલી વખત પ્રભારી આવ્યા છે અને બેઠકમાં દરેક આગેવાને પોતાના જિલ્લાની સ્થિતિથી વાકેફ કર્યા હતા. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં ઓછા વરસાદને લઈને સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમના મતવિસ્તારમાં માત્ર 29 ટકા વરસાદ પડ્યો છે અને ખેડૂતોની હાલત કફોડી છે. ઘાસચારા મુદ્દે પણ સરકાર પર આક્ષેપ કર્યા હતા. સાથે જ ગુજરાતમાં ગેરકાયદે દારૂ અને ડ્રગ્સના વધતા વેપાર અંગે ચિંતા વ્યક્ત કરી અને પોલીસ સરકારના હાથા તરીકે કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો. દારૂના દૂષણથી મહિલાઓના પરિવારો પર ગંભીર અસર થતી હોવાની પણ તેમણે વાત કરી હતી.