Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

GIDCની ઔદ્યોગિક જમીનના નવા ફાળવણી દર જાહેર:અમદાવાદ-ગાંધીનગર સહિતના અનેક એસ્ટેટમાં લાગુ, જાણો ક્યાં કેટલો ભાવ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 14, 2026 👁 3 views
GIDCની ઔદ્યોગિક જમીનના નવા ફાળવણી દર જાહેર:અમદાવાદ-ગાંધીનગર સહિતના અનેક એસ્ટેટમાં લાગુ, જાણો ક્યાં કેટલો ભાવ
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે ઔદ્યોગિક તથા રહેણાંક જમીનના ફાળવણી દરોનું રિવ્યૂ કરીને નવા દર જાહેર કરવામાં આવ્યા છે. GIDCના સંચાલક મંડળની તા. 21 જુલાઈ, 2026ની બેઠકમાં લેવાયેલા નિર્ણયના આધારે આ સુધારેલા દરો અમલમાં મૂકવામાં આવ્યા છે. પરિપત્ર સાથે વિવિધ ઔદ્યોગિક એસ્ટેટના પ્રતિ ચોરસ મીટર ફાળવણી દરોની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે. અહીંયા ક્લિક કરીને જાણો ક્યાં કેટલો ભાવ અમદાવાદમાં ક્યાં કેટલો દર? અમદાવાદ જિલ્લાના વિવિધ GIDC એસ્ટેટમાં પ્રતિ ચોરસ મીટર દર અલગ-અલગ રાખવામાં આવ્યો છે. ધંધુકા ₹870, ધોળકા ₹1,060, કેરાલા ₹1,270, વિરમગામ ₹1,470, સાણંદ-II (BoI) ₹6,070, ચાંગોદર ₹8,240, એપ્પરલ પાર્ક (Ambica Mill) ₹8,620, કઠવાડા ₹11,150 અને નરોડા ₹11,150નો દર જાહેર થયો છે. સાણંદ-II (BoI)-MSME Park માટે ₹4,830 તથા સાણંદ-II Women Park માટે ₹3,370 પ્રતિ ચોરસ મીટરનો દર છે. જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ ઝોનના તબક્કા-1 અને તબક્કા-2 માટે ₹4,260 પ્રતિ ચોરસ મીટરનો દર દર્શાવવામાં આવ્યો છે. ગાંધીનગરના એસ્ટેટમાં જાણો કેટલો ભાવ ગાંધીનગર જિલ્લામાં ભાટ GIDCમાં ₹18,550 પ્રતિ ચોરસ મીટર સૌથી ઊંચા દરોમાં છે. જ્યારે ગાંધીનગર (Elect), ગાંધીનગર (Engg) માટે ₹10,690, ગાંધીનગર (IT SEZ) માટે ₹7,560 અને ગાંધીનગર (SEZ) માટે ₹5,190નો દર છે. દેહગામ અને માણસા માટે અનુક્રમે ₹1,120 અને ₹1,120નો દર જાહેર કરાયો છે. મહેસાણા-પાટણમાં પણ આટલો દર મહેસાણામાં મહેસાણા-I ₹5,230 અને મહેસાણા-II ₹4,350 પ્રતિ ચોરસ મીટર છે. કડી માટે ₹1,400, વિસનગર ₹2,990, ચાણસ્મા ₹1,060 અને ગોઝારિયા ₹680નો દર છે. પાટણમાં ₹1,970, સિદ્ધપુરમાં ₹1,950, ચાણપુરમાં ₹2,445 અને બાલીસણા ખાતે ₹800નો દર છે. ઉત્તર ગુજરાતમાં પાલનપુરનો દર ₹3,740 સાબરકાંઠાના મોડાસા અને મોડાસા-II માટે ₹1,270 પ્રતિ ચોરસ મીટર, હિંમતનગર ₹2,130, ઇડર ₹680 અને માલપુર (RIDC) ₹230નો દર છે. બનાસકાંઠામાં પાલનપુરનો દર ₹3,740, ડીસા ₹1,520, ચંડીસર ₹1,490, અંબાજી ₹1,320 અને સિહોરી (RIDC) માત્ર ₹180 પ્રતિ ચોરસ મીટર છે. મધ્ય ગુજરાત, આણંદમાં V.U.નગરનો દર ₹4,360 ઇન્દ્રાનજ-MSME માટે ₹2,830, ઇન્દ્રાનજ-Non-MSME માટે ₹3,620, બોરસદ ₹1,060 અને આણંદ/સોજીત્રા ₹870નો દર છે. ખેડામાં નડિયાદ Phase-I માટે ₹3,340 અને નડિયાદ Phase-II (Kamla) માટે ₹5,500 પ્રતિ ચોરસ મીટરનો દર છે. બાલાસિનોર માટે ₹460 અને કપડવંજ તથા માતર માટે ₹870નો દર છે. સૌરાષ્ટ્રમાં પણ નવા દર જાહેર અમરેલીમાં જાફરાબાદ (RIDC) અને લિલિયા (RIDC) માટે ₹200, રાજુલા ₹210, બાબરા ₹1,060 અને અમરેલી ₹2,140નો દર છે. કચ્છમાં ગાંધીધામ માટે ₹10,320, અંજાર-અંજાર (New) અને ભુજ માટે ₹890, મુન્દ્રા (RIDC) ₹560, માંડવી ₹870 તથા મિથી-રોહર ₹1,720નો દર જાહેર થયો છે. ભદ્રેશ્વર Category-1 માટે ₹3,070 અને Category-2 માટે ₹4,150 પ્રતિ ચોરસ મીટરનો દર છે. રહેણાંક જમીન માટે પણ અલગ ભાવ GIDCના Housing Sector માટે પણ નવા ફાળવણી દરોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં ગાંધીનગર માટે ₹18,130, જામનગર-I માટે ₹23,320, જામનગર-II ₹7,450, અમદાવાદ-નરોડા ₹16,710, મકરપુરા ₹16,710, વડોદરા ₹12,600, પાંડેસરા ₹13,410 અને વાપી ₹12,600 પ્રતિ ચોરસ મીટરનો દર દર્શાવવામાં આવ્યો છે. અન્ય વિસ્તારોમાં ભરુચ ₹4,490, અંકલેશ્વર-I, II, III ₹7,120, અંકલેશ્વર-IV ₹7,240, સુરત/પાંડેસરા વિસ્તારમાં વિવિધ દરો, નવસારી ₹2,570, સુરેન્દ્રનગર ₹3,480, ઉંબરગામ ₹3,960 અને V.U.નગર ₹6,540નો દર છે. નવા દરોનો ઉપયોગ ક્યાં થશે? પરિપત્ર મુજબ સુધારેલા ફાળવણી દરો જમીનની ફાળવણી ઉપરાંત ટ્રાન્સફર, એમ.પી.એમ.ટી. સહિત GIDCની નીતિ અનુસાર લાગુ પડતા અન્ય કામોમાં પણ ઉપયોગમાં લેવામાં આવશે. પરિપત્ર સાથે જોડાયેલા Annexure-'A'માં FY 2026-27 માટે દરેક એસ્ટેટનો પ્રતિ ચોરસ મીટર ફાળવણી ભાવ દર્શાવવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan