politics
Godhra: સબ જેલ ગોધરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંપન્ન
ગોધરા સબ જેલ ખાતે જેલોના વડા ડી.જી.પી. ડૉ.કે.એલ.એન.રાવ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી (વડોદરા ઝોન) તથા જીલ્લા કાનુની સેવા સતામંડળ, ગોધરાના ચેરમેન સી.કે.ચૌહાણના માર્ગદર્શન મુજબ તા.9 ઓગસ્ટ રવિવાર ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોધરા સબ જેલના જેલ અધિક્ષક આર.બી મકવાણા, જિલ્લા કાનુની સેવા સતા મંડળના સભ્યો તથા જેલ સ્ટાફ્ના કર્મચારીઓ તેમજ જેલના બંદીવાન ભાઇઓએ ભાગ લીધો હતો. સ્ટાફ્ અને બંદિવાનો દ્વારા પરંપરાગત અને ભાતીગળ રીતે આદિવાસી નૂત્ય કરવામાં આવેલ હતુ. તથા પર્યાવરણ જંગલ અને જળની જાળવણી કરવા માટેની પ્રતિજ્ઞા કરવામાં આવી હતી.તેમજ આદિવાસી સમાજના લડવૈયા ભગવાન બિરસા મુંડા, તાંત્ત્યા મામા,રાણા પુંજા ભીલ તથા ગોવિંદ ગુરુ વગેરે મહાનુભાવોને આજના દિવસે યાદ કરવામાં આવેલ હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh