crime
ગોધરા ભાગોળ બ્રિજ નજીક ટ્રેનની અડફેટે યુવકનું મોત:રેલવે પોલીસની તપાસમાં ઓળખ થઈ, પોસ્ટમોર્ટમ બાદ શહેરાના મીઠાલી ગામના યુવકનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો
ગોધરા શહેરના ભાગોળ બ્રિજ નજીક ડાઉન ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ થઈ છે. મૃતક શહેરા તાલુકાના મીઠાલી ગામના 39 વર્ષીય અમિતકુમાર ઉદેસિંહ પરમાર હોવાનું સામે આવ્યું છે. તેઓ કોઈ અંગત કામ અર્થે ગોધરા આવ્યા હતા. દરમિયાન ભાગોળ બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ટ્રેનની અડફેટે આવી જતાં તેમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપાયો બનાવની જાણ થતાં રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. અકસ્માતના કારણો જાણવા રેલવે પોલીસની તપાસ આ બનાવ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવક કયા સંજોગોમાં ટ્રેનની અડફેટે આવ્યા હતા અને અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar