education
ગોધરામાં જિલ્લા કક્ષાની નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ યોજાઈ:કલરવ સ્કૂલ ખાતે 100થી વધુ રિસર્ચ પેપર રજૂ કરાયા
ગોધરાની કલરવ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ યોજાઈ હતી. આ કાર્યક્રમ ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના સહયોગથી યોજાયો હતો. આ સ્પર્ધા “સાયન્સ એન્ડ ઇનોવેશન ફોર સસ્ટેનેબિલિટી” થીમ પર આધારિત હતી. તેમાં પંચમહાલ જિલ્લાની લગભગ 40 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને નવીનતા પર આધારિત 100થી વધુ રિસર્ચ પેપર અને પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં 450 વિદ્યાર્થીઓ, 100થી વધુ વિજ્ઞાન શિક્ષકો, આચાર્યો અને વાલીઓ હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન પીએચ.ડી. પ્રાધ્યાપકોની નિષ્ણાત ટીમે કર્યું હતું. સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 10 વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. આ વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. કાર્યક્રમમાં કાર્યકારી પ્રમુખ ડૉ. સુજાત વલી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ આયોજનમાં વિજ્ઞાન કેન્દ્રના મેનેજર અવિનાશ મિસ્ત્રી, સાયન્સ કોમ્યુનિકેટર્સ અને કલરવ સ્કૂલના સ્ટાફનો સહયોગ મળ્યો હતો.
Read full article on Divya Bhaskar