Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગોધરામાં નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો:કાકણપુર પોલીસે રતનપુર કાંટડી ગામ પાસે કેનાલમાંથી અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ બહાર કાઢ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 2, 2026 👁 5 views
ગોધરામાં નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો:કાકણપુર પોલીસે રતનપુર કાંટડી ગામ પાસે કેનાલમાંથી અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ બહાર કાઢ્યો
પંચમહાલના ગોધરા તાલુકાના રતનપુર કાંટડી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક અજાણ્યા પુરુષની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. કેનાલના પાણીમાં લાશ તરતી હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં તેમણે તાત્કાલિક કાકણપુર પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો ઘટનાની જાણ થતાં કાકણપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી કેનાલના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઉંમર આશરે 40થી 45 વર્ષની હોવાનું સામે આવ્યું છે. અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો પોલીસને મળેલો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં હતો. મૃતકના શરીર પર કોડના નિશાન પણ જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડાયો કાકણપુર પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમ ખાતે ખસેડ્યો છે. પોલીસ દ્વારા મૃતકના મોતનું ચોક્કસ કારણ જાણવા તેમજ તે કેનાલમાં કેવી રીતે પડ્યો અથવા પહોંચ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકની ઓળખ માટે તપાસ તેજ હાલ પોલીસ દ્વારા અજાણ્યા મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા લોકો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે કાકણપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan