top
ગોધરાના વાલૈયા ગામની 23 વર્ષીય પરિણીતા ગુમ:કાંકણપુર પોલીસમાં જાણવાજોગ નોંધ, તપાસ શરૂ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાલૈયા ગામની 23 વર્ષીય પરિણીતા સપનાબેન ગુમ થયા છે. આ મામલે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગોધરા તાલુકાના નસીરપુર ગામના ભાભોર ફળિયામાં રહેતા લીલાબેન રમેશભાઈ ભાભોરે પોલીસને જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની 23 વર્ષીય દીકરી સપનાબેન કોઈને કંઈપણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા છે અને ત્યારથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. આ બનાવ 25 ઓગસ્ટના બપોરથી 30 ઓગસ્ટની સવાર દરમિયાન ટુવા ખાતે બન્યો હોવાનું નોંધમાં દર્શાવવામાં આવ્યું છે. સમગ્ર મામલે કાંકણપુર પોલીસે જાણવાજોગ નોંધ દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar