education
Gujarat University Controversy : નિરજા ગુપ્તા વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં મોટો નિર્ણય, ઈન્ચાર્જ કુલપતિની મોટી જાહેરાત
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કથિત કૌભાંડ વિવાદમાં ઈન્ચાર્જ કુલપતિ ડોક્ટર જગદીશ જોશીએ હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટી બનાવવાની કરી જાહેરાત. જે તપાસ કમિટી PMJVKના ફંડમાં થયેલી ગેરરીતિ મુદ્દે પણ તલસ્પર્શી તપાસ કરશે. નિવૃત જજ ડી.એન.વ્યાસની અધ્યક્ષતાની તપાસ કમિટી નાણાકીય અનિયમિતતા અને સત્તાના દુરૂપયોગની તપાસ કરશે.. એટલુ જ નહીં. પ્રધાનમંત્રી જન વિકાસ યોજનાની ગ્રાન્ટના ઉપયોગ અંગે પણ તપાસ કરશે.. પત્રકાર પરિષદમાં ઈન્ચાર્જ કુલપતિ બોલ્યા કે નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીને કોઈ લેખિત ખુલાસો આપ્યો નથી.. મળતીયાઓને ફાયદો કરાવવાની સૌથી વધુ અરજી મળી છે.. નિવૃત જજ સાથે ચર્ચા કરી આવતા સપ્તાહથી આ તપાસ શરૂ થશે અને તપાસ કમિટીની ભલામણોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.